GSTV

ભારત-ચીન તણાવ/ વિદેશ મંત્રી એસ. જયશંકરે સરહદ વિવાદ પર આપ્યું ઔપચારિક નિવેદન

ભારત-ચીન સરહદ પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની સ્થિતિ પર છેલ્લાં ઘણાં મહિનાથી તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે એલએસી પર ભારત-ચીન તણાવ વચ્ચે કહ્યું કે ભારત-ચીન સરહદ પર અભૂતપૂર્વ સ્થિતિ છે. જયશંકરે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક કાર્યક્રમમાં આ પ્રકારનું સંબોધન કર્યુ હતું. હાલમાં જ રશિયામાં થયેલી એક સમિટમાં સાઈડલાઈન્સ પર મોસ્કોમાં ભારત-ચીનના વિદેશ મંત્રીઓની મુલાકાત બાદ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પહેલી વખત સરહદ પર ચાલી રહેલા વિવાદ પર ઔપચારિક નિવેદન આપ્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે સરહદ વિવાદ પર આપ્યું ઔપચારિક નિવેદન

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ સમિટમાં બોલતા જયશંકરે માન્યું કે ભારત અને ચીન હજુ વચ્ચે હજુ અભૂતપૂર્વ સ્થિતિ જોવા મળી રહી છે અને બંને દેશએ આ વાતના ઉકેલ માટે વાતચીત કરવી જરૂરી છે. એસ. જયશંકરે તે વાત પર પણ જોર આપ્યું કે ભારત અને ચીન બંને એક બીજાની તરક્કીનો સ્વીકાર કરવો જ પડશે. તેઓએ કહ્યું કે બંને દેશના તમામ ક્ષેત્રમાં વ્યાપક સંબંધ વચ્ચે સરહદ વિવાદ જ માત્ર એક વિષય છે.

વધુ સૈન્ય બળ નહીં વધારવાની વાત પર સહમતી બની

મહત્વપૂર્ણ છે કે વિદેશ મંત્રીઓ સાથેની વાતચીત બાદ બંને દેશ વચ્ચે સૈન્ય સ્તરની વાતચીતમાં સરહદ પર બંને તરફથી હવે વધુ સૈન્ય બળ નહીં વધારવાની વાત પર સહમતી બની છે. પહેલી વખત સૈન્ય સ્તરની વાતચીતમાં વિદેશ મંત્રાલયના એક અધિકારીને પણ સામેલ કરવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીની વાતચીતમાં બંને દેશ વચ્ચે એલએસી પર પહેલાં જેવી સ્થિતિ બનાવવાને લઈને સહમતી નથી સધાઈ.

READ ALSO

Related posts

પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે રિક્વરી રેટમાં ટોપ 20 રાજ્યોમાં પણ નથી ગુજરાત : સરકારના તમામ દાવા પોકળ

pratik shah

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari

કોરોના વેક્સીનની રણનીતિ ઘડવા પીએમ મોદીએ તમામ રાજ્યોના સીએમ સાથે યોજી બેઠક, અમિત શાહ પણ ઉપસ્થિત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!