GSTV

ભારત-ચીન તણાવ વચ્ચે સંરક્ષણ મંત્રાલયનો ચોંકાવનારો ઘટસ્ફોટ, ચીન પાછું નહીં ખસે ત્યાં સુધી અમારૂં સૈન્ય પણ નહીં હટે

ભારત-ચીન તણાવ વચ્ચે ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, જેમાં સંરક્ષણ મંત્રાલયે ચાર ઓગસ્ટે પોતાની વેબસાઈટ પર દસ્તાવેજો મુક્યા હતા. એ પ્રમાણે મે મહિનામાં ચીને ભારતમાં ઘૂસણખોરી કરી છે અને ઘૂસણખોરીના પ્રયાસો પણ સતત વધી રહ્યા હતા. ટૂંકમાં આ દસ્તાવેજોને કારણે એ વાત સ્પષ્ટ થતી હતી કે ચીને ભારતમાં ઘૂસણખોરી કરી છે અને ભારતની ભૂમિ પર ચીનની હાજરી પણ છે. બાદમાં વિવાદ થતાં આ દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ પરથી હટાવી લેવાયા હતા. કેમ કે વડા પ્રધાને સર્વપક્ષીય બેઠકમાં એવો દાવો કર્યો હતો કે ભારતની ભૂમિ પર કોઈએ ઘૂસણખોરી કરી નથી. આ દસ્તાવેજોને કારણે એ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે.

મે મહિનામાં ચીને ભારતમાં ઘૂસણખોરી કરી

ચાઈનિઝ અગ્રેસન ઓન એલએસી એટલે કે એલએસી પર ચીનની આક્રમકતા નામના આ ડોક્યુમેન્ટમાં ચાર મુદ્દા લખાયા હતા. હવે એ કાગળ તો હટાવી લેવાયો છે. પણ તેમાં લખ્યું હતું કે ’17-18 મે દરમિયાન ગોગરા, પેંગોગ સરોવર, કુગરાંગ નાલા સહિતના વિસ્તારોમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી છે. હમણાંથી ચીનના આ પ્રયાસો પણ વધ્યા છે.’ ચીની ઘૂસણખોરી માટે ડોક્યુમેન્ટમાં ‘ટ્રાન્સએગ્રેસન’ શબ્દ વપરાયો હતો જેનો આૃર્થ થાય કે ચીને સીમા ઓળંગી છે. મે મહિનામાં ભારત-ચીન વચ્ચે સંઘર્ષ શરૂ થયો એ પછીથી અત્યાર સુધીમાં કોઈ દસ્તાવેજમાં આ રીતે ચીની ઘૂસણખોરીનો એકરાર કરવામાં આવ્યો ન હતો. પ્રથમ વાર સંરક્ષણ મંત્રાલયે આ સ્વિકાર કર્યો હતો. ડોક્યુમેન્ટમાં એમ પણ સ્પષ્ટ લખ્યું છે કે લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ ખાતેનો સંઘર્ષ આસાનીથી ખતમ થવાનો નથી, લાંબો ચાલવાનો છે.

અગાઉ ખાનગી ઈન્ટરવ્યુંમાં રાજનાથ સિંહ પણ એવુ બોલ્યા હતા કે ચીની સૈનિકો જરાક આ તરફ આવ્યા છે. પરંતુ પછીથી એવી સ્પષ્ટતા કરાઈ હતી કે સંરક્ષણ મંત્રીનો કહેવાનો અર્થ ઘૂસણખોરી નથી થતો. અનેક સંરક્ષણ નિષ્ણાતોએ પણ એ વાતનો અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે એલએસી પર એકથી વધુ સૃથળે ચીને ઘૂસણખોરી કરી છે. એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે એલએસી વિવાદ અંગે જેવું દેખાય છે એવું છે નહીં, પરિસ્થિતિ વધારે ગંભીર છે. માટે જ ભારતીય સૈન્યની ત્રણેય પાંખો મહત્તમ સૈનિકો એલએસી પર ખડકી રહી છે. ભારત-ચીન લશ્કરી કમાન્ડર વચ્ચે પાંચ વાર બેઠક થઈ પરંતુ તેનું ખાસ નક્કર પરિણામ આવી શક્યું નથી. ભારત ચીન પીછેહટ કરે એ માટે મક્કમ છે, જ્યારે ચીન થોડી પીછેહટ કરીને નવી ચાલ ચાલી રહ્યું છે.

આર્મી ચીફ પૂર્વોત્તર સરહદની મુલાકાતે

લદ્દાખ ઉપરાંત સિક્કીમ અને અરૂણાચલ સરહદે પણ ચીની સૈનિકોનો જમાવડો વધી રહ્યો છે. ચીની સૈન્ય જમાવડાનો તાગ લેવા અને ભારતીય સૈન્યની તૈયારી જાણવા ચીફ ઓફ આર્મી સ્ટાફ બે દિવસની અરૂણાચલ મુલાકાતે પહોંચ્યા હતા. બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ સરહદી વિસ્તારની સફર કરશે. અરૂણાચલ ઉપરાંત તેઓ આસામ સરહદની પણ મુલાકાત લઈને ત્યાં તૈનાત સૈનિકોનો ઉત્સાહ વધારશે.

ફિંગર ચારથી આઠ વચ્ચેનો વિવાદ

લદ્દાખની આ સરહદે ઉભેલા પહાડોની ટોચ દૂરથી હાથની આંગળીઓ જેવી લાગતી હોવાથી એ વિસ્તારને ફિંગર-1, ફિંગર-2 નામ આપી દેવાયા છે. દરેક ફિંગર એ ઘણા કિલોમીટર સમાવતો મોટો વિસ્તાર છે અને તેમાં સામાન્ય રીતે આઠ શિખરનો સમાવેશ થાય છે. પેંગોગ સરોવરના કાંઠે ચીની સૈનિકો ફિંગર-4 સુધી આવી પહોંચ્યા હતા. ભારતની ડિમાન્ડ છે કે ચીની સૈનિકો ફિંગર-8 સુધી પાછા હટી જાય જ્યાં તેઓ એપ્રિલ મહિના પહેલા હતા.

ચીની સૈનિકો ચાર ફિંગર સુધી આગળ આવ્યા પછી વાટાઘાટો થઈ એટલે પાછા હટીને ફિંગર પાંચ સુધી ગયા. પરંતુ ભારત તો એલએસી ફિંગર-8ને માને છે. માટે ભારતની ડિમાન્ડ ચીની સૈનિકો ત્યાં સુધી પાછા ખસે એવી છે. તેના બદલે ચીની સૈનિકો થોડા પાછા હટીને પીછેહટનું નાટક કરી રહ્યાં છે. ઉપરાંત ભારત ફિંગર-4થી પાછળ ખસે એવી ચીનની માંગ છે. હાલ ચીન ભારતને ફિંગર-5થી આગળ પેટ્રોલિંગ કરવા દેતું નથી.

ચીન સરહદે નજર રાખવા છ લશ્કરી ઉપગ્રહની જરૂરિયાત

ચીન સરહદે નજર રાખવા માટે ભારતને ચારથી છ લશ્કરી ઉપગ્રહોની જરૂર છે. અત્યારે ભારતના લશ્કરી ઉપગ્રહો ભ્રમણકક્ષામાં છે, પણ એ પૂરતાં નથી. ડિફેન્સ મંત્રાલયના અિધકારીઓએ જણાવ્યુ હતુ કે ચીનની વધતી ગતિવિિધ પર નજર રાખવા માટે હાઈ-રિઝોલ્યુશન સેટેલાઈટ તસવીરો મહત્ત્વની સાબિત થઈ રહી છે. ભારતે અત્યારે પરદેશી ઉપગ્રહો દ્વારા પુરી પડાતી તસવીરો પર આધાર રાખવો પડે છે. ચીને લદ્દાખ એલએસી પર 40 હજાર સૈનિકો ખડક્યા છે. તેના પર નજર રાખવાનું સૌથી સારૂં માધ્યમ સેટેલાઈટ છે. ઉપરાંત એલએસી પર તૈનાત સૈનિકો માટે હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને સેન્સરની પણ ભારતને જરૂર છે.

READ ALSO

Related posts

સી-પ્લેન/ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, 31 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન ભરશે ઉડાન

pratik shah

કામની વાત/ આજથી લાગુ થઇ રહ્યાં છે આ ટ્રાફિકના આ નવા નિયમ, જાણો હવે પોલીસ રોકે તો શું કરશો

Bansari

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!