GSTV

સંઘર્ષ/ લદ્દાખ બાદ દેશના આ રાજ્યમાં ચીની સેનાની એક પ્લાટૂન જોવા મળી : મોટી સંખ્યામાં ડ્રોન ગોઠવ્યા, ભારતે કરી આ તૈયારી

Last Updated on July 21, 2021 by Pritesh Mehta

લદ્દાખ બાદ હવે કાપતી ચીને ઉત્તરાખંડ સરહદે પણ ગતિવિધિઓ વધારી દીધી છે. લગભગ 6 મહિનાથી પણ સમયથી ચીની સેનાએ ઉત્તરાખંડમાં બારાહોતી સેક્ટરમાં એકવાર ફરી પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. સરકાર સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના બારાહોતી વિસ્તાર  જેને LACના સેન્ટ્રલ સેક્ટરના નામથી પણ ઓળખાય છે ત્યાં ચીને પોતાની ગતિવિધિ વધારી દીધી છે. માનવામાં આવી રહયું છે કે ભવિષ્યમાં અહીં ચીન પોતાની ગતિવિધિ વધુ વધારી શકે છે જેને પહોંચી વળવા માટે ભારત તરફથી પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડ ચીની સેના

સૂત્રોએ જણાવ્યું કે ચીની સેનાના લગભગ 40 જવાનોએ બારાહોતી પાસે LAC પર પેટ્રોલિંગ માટે આવ્યા હતા. આ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ચીનની ગતિવિધિઓ જોવા મળી રહી છે.

ભારતીય સેના પણ સતર્ક

સૂત્રોએ જણાવ્યું કે LAC પર ચીની સેનાએ પોતાના એરબેઝ પર ગતિવિધિઓ વધારી દીધી છે. જ્યાં અનેક ડ્રોન અને હેલીકૉપટર ઓપરેટ કરવામાં આવી રહ્યા છે. બારાહોતીમાં પહેલા પણ ચીન અવળચંડાઈ કરી ચૂક્યું છે અને ઉત્તર પૂર્વના અનેક વિસ્તારોની સાથે સાથે અહીં પણ પોતાનો દાવો કરે છે. સૂત્રો જણાવે છે કે લદ્દાખમાં ગત વર્ષે થયેલ સંઘર્ષ જેવી સ્થિતિ સામે પહોંચી વળવા માટે ભારતીય સેના અહીં પણ તૈનાત થઇ ગઈ છે. સેના આગળ વધી રહૈ છે અને અહીં કમાન્ડર પણ સજ્જ છે.

તાજેતરમાં ચીફ ઓફ ડિએન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેન્ટ્રલ આર્મી કમાન્ડર લેફ્ટિન્ટ જનરલ વાય ડિમરીએ ચી સાથે જોડતા સેન્ટ્રલ સેક્ટર સહીત  ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં સિક્યોરિટીની સમીક્ષા કરી હતી.

ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે તણાવ વધી ગયો છે અને હજુ પણ લદ્દાખ સરહદે બંને દેશોના 50 હજારથી વધુ સૈનિકો તૈનાત છે. બંને દેશો વચ્ચે LACનો મુદ્દો ઉકેલવા માટે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે અને બંને દેશો વચ્ચે રાજનૈતિક અને ડિપ્લોમેટિક સ્તરે ચર્ચા થઇ  રહી છે.

સૂત્રો મુજબ ચીને બારાહોતી વિસ્તારમાં મોટી સંખ્યામાં ડ્રોન્સની તૈનાતી કરી છે. ભારતે પણ અહીંયા વધારાના સૈનિકોની ગોઠવણ કરી દીધી છે. કેટલાકને ફોરવર્ડ વિસ્તારોમાં પણ મોકલાયા છે. ઇન્ડિયન એરફોર્સે પણ ચિન્યાલીસૌડ સહિત કેટલાક એરબેઝને એક્ટિવેટ કરી દીધા છે. જ્યા એએન-32 વિમાન સતત લેન્ડિંગ કરી રહ્યું છે. ચિનૂક હેલિકોપ્ટર પણ તૈનાત છે. જે જરૂરિયાતના સમયે સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel

BIG NEWS: બેન્ક ડૂબી જશે તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!