GSTV

ભારતના હાથે ઝટકો મળ્યા બાદ 33 વર્ષમાં પ્રથમવાર ચીનની સેના ટોપ એલર્ટ પર, ભારત પણ સંપૂર્ણ તૈયાર

ભારત-ચીન તણાવ વચ્ચે પૂર્વી લદ્દાખમાં પૈંગોંગ નદીના દક્ષિણી કિનારા પર ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી બોખલાયેલા કપટી ચીને 33 વર્ષ પછી પ્રથમ વખત સેનાને સર્વોચ્ચ એર્લટ પર રાખી દીધી છે. જો કે ભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચેની બેઠક બાદ તેમાં અંશત: થોડોક ઘટાડો કરવામાં આવ્યો છે.

મોટા પ્રમાણમાં સૈનિકો અને હથિયારોને અગ્રિમ મોર્ચા પર તૈનાત કરી દીધા

ચીની સેનાના અધિકારીએ જણાવ્યું કે આ દરમયાન મોટા પ્રમાણમાં સૈનિકો અને હથિયારોને અગ્રિમ મોર્ચા પર તૈનાત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે ચીની સેનાના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે આ પહેલા આ વિસ્તારમાં એર્લટ વર્ષ 1987માં સર્જાયું હતું. તે સમયે સુમદોરોંગ ચૂ ઘાટીમાં બન્ને પક્ષો વચ્ચેનો તણાવ ચરમ સીમા પર પહોંચ્યો હતો અને યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી.

PLA કમાન્ડર, અધિકારી અને સૈનિકો 24 કલાક કરી રહ્યા છે અભ્યાસ

પૈંગોગમાં ફાયરીંગની ઘટનાના બીજા દિવસે PLAના સેન્ટ્રલ થિએટર કમાન્ડે 8 સપ્ટેમ્બરનાં રોજ વીબો પર નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમને વધુમાં વધુ સૈનિકો તથા હથિયારોની તૈનાત કરવાના આદેશ પ્રાપ્ત થયા છે. ચીની સેનાએ જણાવ્યું કે તેમણે ઘણા પ્રકારના યુદ્ધઅભ્યાસ શરૂ કર્યા છે. વધુમાં જણાવ્યું કે તૈયારીનો સ્તર વધારી દીધો છે. આથી PLA કમાન્ડર, અધિકારી અને સૈનિકો 24 કલાક અભ્યાસ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel

સામાજિક સુરક્ષા કે અસુરક્ષા કાયદો / હવે કાયમી નોકરી ગઈ, કરાર આધારે નોકરીએ રખાશે, એક વર્ષની નોકરી હશે તો પણ ગ્રેચ્યુઈટી અપાશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!