GSTV

ડ્રેગનની ચાલ / ચીની સૈનિકોના કારણે સરહદ પર તણાવ, ભારતે ખોલી ચીનની પોલ

Last Updated on June 24, 2021 by Zainul Ansari

સરહદે અમુક વિસ્તારોમાંથી સૈનિકોના પાછળ હટવા મુદ્દે ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે ચીનની પોલ ખોલી છે. ભારતે કહ્યું કે, ચીનની કાર્યવાહીને કારણે જ વિસ્તારમાં અશાંતિનો માહોલ છે.

ભારતે કહ્યું કે, પૂર્વીય લદ્દાખના સરહદી વિસ્તારોમાં ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકો ભેગા કરવા અને એલએસી પર પરિસ્થિતિ બદલવાના એકતરફી પ્રયાસોને કારણે શાંતિ ભંગ કરવામા આવી છે. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીને ભારતની ઘૂસણખોરીને અટકાવવા અને તેના જોખમને ટાળવા સૈનિકો તેનાત કર્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ચીનના આ નિવેદન મુદ્દે જવાબ આપતા કહ્યું હતું કે ચીનના સૈનિકોની તૈનાતીને કારણે જ સરહદે તણાવ છે. ચીને 1993 અને 1996ના કરારનો ગત વર્ષે ભંગ કર્યો હતો. એલએસી પર શાંતિ જાળવવા બંને દેશોએ સૈનિકોની સંખ્યા ઓછી રાખવાની જરૂર છે.

Read Also

Related posts

સારો અવસર/ સરકારનું આ કામ કરવા પર મળી રહ્યાં છે 15 લાખ રૂપિયા, જાણો તમે શું કરી શકો છો ?

Damini Patel

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!