GSTV

લદ્દાખ ઘર્ષણને લઈને રાહુલ ગાંધીએ કર્યા સરકાર પર સવાલ, સંબિત પાત્રનો પલટવાર

Last Updated on June 18, 2020 by pratik shah

લદ્દાખમાં ભારત ચીન સેના વચ્ચે થયેલા અથડામણમાં 20 ભારતીય જવાનોના મોત થતા એકવાર ફરીથી લોકોમાં ચીન વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો છે. તો રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આક્ષેપો કર્યા હતા. તો રાહુલ ગાંધીના સવાલોની સામે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પણ વળતો પ્રહાર કર્યો હતો.

રાહુલ ગાંધીના સવાલ

પૂર્વ લદ્દાખમાં ચીન અને ભારતીય સેના વચ્ચે થયેલા ઘર્ષણને લઇને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકારને સવાલો કર્યા છે. રાહુલ ગાંધીએ એક વીડિયો બહાર પાડીને પૂછ્યું કે ચીને શસ્ત્રવગરના ભારતીય સૈનિકોની હત્યા કરીને મોટો ગુનો આચર્યો છે. આપણા સૈનિકોને હથિયાર વગર ખતરા તરફ કોણે અને શા માટે મોકલ્યા, તેના માટે જવાબદાર કોણ છે.

ભાજપનો વળતો જવાબ

તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીના સવાલ સામે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આ સમયે રાહુલ ગાંધીએ દેશને ગુમરાહ કરવાની રાજનીતિમાંથી બહાર આવવું જોઇએ. પાત્રાએ કહ્યું કે ચીની સાથે કોંગ્રેસના શાસનકાળમાં શું સમજૂતી થઇ હતી તે રાહુલ ગાંધીએ વાંચી લેવી જોઇએ. આ સમજૂતીમાં નક્કી થયું હતુ કે બંને તરફથી કોઇ ગોળી નહીં છોડવામાં આવે. વિસ્ફોટકોનો ઉપયોગ નહીં થાય. ઉપરાંત  સૈનિકો હથિયાર વગરના જ રહેશે.

બીજી તરફ ત્રણેય સેનાઓ પણ એલર્ટ મોડમાં

લદ્દાખમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ હવે ભારતની ત્રણેય સેના સંપૂર્ણપણે એલર્ટ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના પ્રમુખો વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો. આર્મી, નેવી અને એરફોર્સ કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે. જે અંતર્ગત લશ્કરની ત્રણેય પાંખના જવાનોની રજાઓ રદ્દ કરવામાં આવી છે. ચીન સાથે જોડાયેલી 3500 કિલોમીટરની સરહદ પર આર્મીના જવાનો એલર્ટ છે.

ઉલ્લેખનીય છે કે હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા તો સામે ચીનને પણ મોટું નુકશાન થયું હતું. ચીની સેનાના એક કમાન્ડિંગ ઓફિસર સહીત 40 જેટલા ચીની સૈનિકોના મોત થયા હતા. જોકે, ચીની સેનાએ હજુ સુધી પોતાના જવાનોના મોટ અંગે કોઈ આંકડો જાહેર કર્યો નથી.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!