GSTV

ચીનની દગાખોરી સામે ભારતની જનતામાં ભારોભાર આક્રોશ, કહ્યું યુદ્ધ થવુ જોઈએ

15 જૂનના રોજ લદ્દાખની ગલવાન ખીણમાં ચીનના દગા ઉપર બેઈજીંગ સામે દેશમાં આક્રોશ ફેલાયો છે. 20 ભારતીય સૈનિકોની શહાદતથી ચીન સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચીની વિશ્વાસઘાત ઉપર કરવામાં આવેલા સર્વેમાં 59 ટકા લોકો માની રહ્યાં છે કે સીમા વિવાદ ઉપર ભારતે ચીન સાથે યુદ્ધ કરવું જોઈએ. લોકોને પુછવામાં આવેલા શું સીમા વિવાદ ઉપર ભારતે ચીન સામે યુદ્ધ કરવું જોઈએ તે પ્રશ્નના જવાબમાં 59 ટકા લોકોનું કહેવું છે કે યુદ્ધ કરવું જોઈએ. જ્યારે 34 ટકા લોકોએ યુદ્ધના પક્ષમાં નથી. તો 7 ટકા લોકોએ કહ્યું કે આ વિશે તે કોઈ ટીપ્પણી કરી નથી શકતા.

ચીન સામે જીતશે જંગ

જ્યારે લોકોને પુછવામાં આવ્યું કે, ભારત યુદ્ધમાં ચીનથી જીતી શકે છે તો બંપર બહુમતની સાથે 72 ટકા લોકોએ કહ્યું હા. ભારત યુદ્ધમાં ચીનને હરાવી દેશે. જ્યારે માત્ર 9 ટકા લોકો માને છે કે આપણે ચીનને હરાવી નથી શકતા, 10 ટકા લોકો માને છે કે, તે યુદ્ધ અંતમાં પૂર્ણ થશે. જ્યારે 10 ટકા લોકોનું કહેવું છે કે તે આ વિશયમાં કોઈ જવાબ આપવા માંગતા નથી. સર્વે દરમયાન શુ ભારતે ચીન ઉપર ભરોસો કરવો જોઈએ તેના જવાબમાં માત્ર 9 ટકા લોકોએ કહ્યું આપણે ચીન ઉપર ભરોસો કરવો જોઈએ, જ્યારે 84 ટકા લોકો કહે છે કે, ભારતે ચીન ઉપર ભરોસો કરવો જોઈએ નહીં. 7 ટકા લોકો આ વિશે કોઈ જવાબ આપ્યો નથી.

કેવી રીતે કરાયો આ સર્વે

આ સર્વેમાં 12 હજાર 21 લોકો સાથે વાત કરવામાં આવી હતી. જેમાંથી 67 ટકા ગ્રામીણ જ્યારે બાકીના 33 ટકા શહેરી લોકો હતા. 19 રાજ્યની કુલ 97 લોકસભા અને 194 વિધાનસભાના સીટોના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે 19 રાજ્યોમાં આ સર્વે કરવામાં આવ્યો તેમાં આંધ્રપ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડીશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગણા, ઉત્તરપ્રદેશ અને પશ્વિમ બંગાળનો સમાવેશ કરવામાં આવે છે. આ સર્વે 15 જુલાઈથી 27 જુલાઈની વચ્ચે કરવામાં આવ્યો હતો.

આ સર્વેમાં કોણ કોણ હતું સામેલ

સર્વેમાં 52 ટકા પુરૂષ, 48 ટકા મહિલાઓ સામેલ હતી. જો ધર્મ અંતર્ગત જોવામાં આવે તો તેમાં 86 ટકા હિંદુ, 9 ટકા મુસ્લિમ અને પાંચ ટકા અન્ય ધર્મોના લોકોની પ્રતિક્રિયા જાણવામાં આવી હતી. જે લોકો ઉપર સર્વે કરવામાં આવ્યો તેમાં 30 ટકા સવર્ણ, 25 ટકા એસસી-એસટી, 44 ટકા અન્ય પછાત વર્ગના લોકો સામેલ હતા. સર્વેમાં સામેલ 57 ટકા લોકો 10 હજાર રૂપિયા પ્રતિમાસની કમાણી કરે છે. જ્યારે 28 ટકા લોકો 10થી 20 હજાર રૂપિયા અને 15 ટકા લોકો 20 હજાર રૂપિયાથી વધારે પ્રતિમાસ કમાણી કરે છે.

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!