GSTV
Home » News » ચીન સરહદે સડક અને રેલવે નેટવર્કનો ભારત દ્વારા કરાશે વિકાસ

ચીન સરહદે સડક અને રેલવે નેટવર્કનો ભારત દ્વારા કરાશે વિકાસ

ચીન સાથેની ભારતીય સીમાની આસપાસના વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટેની કોશિશો થઈ રહી છે. નવી રણનીતિ મુજબ ચીન સરહદે સડકોના નિર્માણ અને રેલવે નેટવર્કનું વિસ્તરણનું કાર્ય આગળ વધારવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન રાજેન ગોહેને આના સંદર્ભે માહિતી આપી છે.

સીમાવર્તી ક્ષેત્રોમાં ચીન તરફ માળખાગત સુવિધાઓનો ઘણો મોટા પ્રમાણમાં વિકાસ કરવામાં આવ્યો છે. જેને કારણે સીમાવર્તી વિસ્તારોમાં ચીન તરફ લોકોની આવન-જાવનની સુવિધાની સાથે ચીની સેનાના મોબીલાઈઝેશનની ઝડપમાં મોટો વધારો થયો છે. ભારત દ્વારા પણ ચીનના સરહદે વધી રહેલા દબાણ વચ્ચે નવી રણનીતિ હેઠળ છેલ્લા ઘણાં સમયથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોને આગળ વધારવાની કોશિશો થઈ રહી છે.

કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન રાજેન ગોહેને કહ્યુ છે કે રેલવે અરુણાચલ પ્રદેશ સહીતના આખા પૂર્વોત્તરમાં પોતાના નેટવર્કના વિસ્તરણની યોજના બનાવી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે કદાચ મે-જૂનમાં બ્રહ્મપુત્ર નદી પર બોગીબીલ પુલના શુભારંભની સાથે આસામ અને અરુણાચલ પ્રદેશને ઘણો ફાયદો થશે. કારણ કે આ પુલથી ઈટાનગર અને અરુણાચલ પ્રદેશના પૂર્વ જિલ્લા વચ્ચેના અંતરમાં ઘટાડો થશે.

કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન રાજેન ગોહેને કહ્યુ છે કે 2018-19ના કેન્દ્રીય બજેટમાં કુલ 398 કિલોમીટરના રાંગિયા-રંગાપાડા ઉત્તર – હરમુટ્ટી-નાહરલગુનના વિદ્યુતીકરણનો પ્રસ્તાવ છે અને રેલવે વિદ્યુતીકરણ માટે કેન્દ્રીય સંગઠન કોર આને પૂર્ણ કરશે. રાજેન ગોહેને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પૂર્વોત્તરમાં મેઘાલયને બાદ કરતા તમામ રાજ્યોના રેલવે નેટવર્કથી જોડવામાં આવશે. કારણ કે મોટાભાગના રાજ્યોમાં સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે.

રણનીતિક સડકોના નિર્માણ કાર્યમાં સામેલ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનને નવી તકનીકોના ઉપયોગ માટે તાલીમબદ્ધ કરવાની કામગીરી થઈ રહી છે. બીઆરઓના અધિકારીઓને તાલીમ માટે મોકલાઈ રહ્યા છે. સંરક્ષણ સૂત્રોનું કહેવું છે કે સીમા પર ચીન પોતાના ક્ષેત્રમાં આવા પ્રકારે સડકોની જાળ ફેલાવી ચુક્યું છે.

Related posts

વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

Mayur

શૂટિંગ ચેમ્પિયનશીપ: પૂર્વ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દિકરા માનવાદિત્યએ જીત્યાં 4 મેડલ

Bansari

દર મહિને કરવા માંગો છો કમાણી, તો પોસ્ટ ઓફિલની આ સ્કીમમાં લગાવો પૈસા, ફાયદાનું છે રોકાણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!