GSTV
India News Trending

ગલવાન અથડામણ પછી ચીને સરહદ નજીક સૈન્ય ગતિવિધિ વધારી, ડ્રેગનની દરેક મૂમેન્ટ પર ભારતની ચાંપતી નજર

ભારત

ચીન સાથેની બેઠકમાં ભારતે પૈગોંગ ઝીલ પર ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા પુલનો પણ મુદ્દો ઉઠાવો. ચીન પૈગોંગ પર પુલ બનાવી સૈન્ય ગતિવિધિને વધારે તેજ કરવા માગે છે. તો બીજી તરફ ચીનની તમામ ગતિવિધિ પર ભારત બાજ નજર રાખી રહ્યું છે.

ભારત

લદ્દાખની ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ ચીન એલર્ટ થયુ છે. ચીનને ગલવાન ખીણમાં ભારતના સૈનિકોના શૌર્યનો પરચો મળ્યો છે. જેથી ચીન લદ્દાખથી લઈ અરૂણાચલ પ્રદેશ સુધી પોતાની સૈન્ય ગતિવિધિ વધારી રહ્યું છે. ચીન ભલે ભારત સાથે સૈન્ય બેઠક કરે પરંતુ ચીનની વિસ્તારવાદી નીતિ સામે ભારતીય સેના એલર્ટ બની છે. તાજેતરમાં ચીન પેન્ગોંગ ઝીલ પર પુલનું નિર્માણ કરી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. એક તો ચીને અક્સાઈ ચીન પર બળજબરીથી કબજો કર્યો છે અને અહીં ચીન સડક અને પુલનું નિર્માણ કરી રહ્યું છે. ચીન માત્ર સડક જ નહીં પણ નવા પુલનું પણ નિર્માણ કરી રહ્યુ છે. આ વિસ્તારમાં આવેલી સાકડી સડકને પહોંળી બનાવવાની કામગીરી ચીને કરી છે. ચીન સડક અને પુલનું નિર્માણ કરી અક્સાઈ ચીન પર પોતાન પકડ મજબૂત કરી રહ્યું છે.

ચીને લદ્દાખમાંથી એવા સૈનિકોને હટાવ્યા છે જે લદ્દાખની હાડથીજવતી ઠંડીમાં લડી શકે તેમ નથી. આ સૈનિકોની જગ્યાએ ચીને 60 હજાર સૈનિકોને લદ્દાખમાં બંદુક પકડાવી છે. ચીનની ગતિવિધિ બાદ રાષ્ટ્રીય રાઇફલ્સને આતંકવાદ વિરોધી અભિયાનથી હટાવી તેને 14મી કોર સાથે જોડવામાં આવી છે. તો બીજી તરફ સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું છેકે, પૂર્વ લદ્દાખ સહિત નોર્ધન ફ્રન્ટમાં સેના, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હથિયારની ક્ષમતા વધારવામાં આવી છે. નોર્ધન ફ્રન્ટમાં છેલ્લા દોઢ વર્ષમાં સૈન્ય ક્ષમતા બમણી થઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ

Hardik Hingu

સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી

Zainul Ansari

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

Hardik Hingu
GSTV