GSTV

ભારત અને ચીન વચ્ચે તણાવ પણ આ બે દેશ વચ્ચે ફાટી નીકળ્યું યુદ્ધ : 23નાં મોત, અનેક વાહનો ફૂંકી માર્યા

એશિયા અને યુરોપના બે નાનકડા દેશો આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે દાયકાઓ જૂનો સંઘર્ષ ફરીથી સપાટી પર આવતા બન્ને દેશોએ સામ-સામે સૈન્ય ગોઠવી દીધું છે. આ બન્ને દેશો વચ્ચે નાગોર્ના-કારાબાખ નામનો 4400 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવેલો છે. બન્ને દેશો આ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરે છે.

નાગોર્ના-કારાબાખ નામનો 4400 ચોરસ કિલોમીટરનો વિસ્તાર

જુલાઈ મહિનાથી જ એ માટે બન્ને દેશો વચ્ચે બોલા-ચાલી ચાલતી હતી. પરંતુ 27મી તારીખે શાબ્દિક સંઘર્ષ લશ્કરી સંઘર્ષમાં ફેરવાયો અને હવે બન્ને દેશના લશ્કરો સામસામે છે. જંગના બીજા દિવસે કુલ મળીને 23ના મોતના ખબર મળ્યાં છે. બન્ને દેશો આ વિસ્તાર પર પોતે કબજો જમાવી લીધો છે, એવો દાવો કરે છે.

જંગના બીજા દિવસે કુલ મળીને 23ના મોતના ખબર મળ્યાં

આ પ્રદેશ માટે બન્ને દેશો વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે, પરંતુ અત્યારે ટેન્ક સહિતની લશ્કરી સામગ્રી ખડકી દેવાઈ છે. 1988માં આ સંઘર્ષની શરૂઆત થઈ હતી. આ બન્ને પ્રદેશો મૂળ તો સોવિયેત રશિયાનો ભાગ હતા. રશિયાનું વિભાજન થયું એ વખતે જોસેફ સ્ટાલિને નાગોર્ના-કારાબાખને સ્વતંત્ર પ્રદેશ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બન્ને પડોશી આર્મેનિયા અને અઝરબૈજાન તેને પોતાની ભૂમિમાં શામેલ કરવા માંગતા હતા. ત્યારથી સંઘર્ષ ચાલ્યો આવે છે.

અમેરિકા, રશિયા, ફ્રાન્સ જેવા દેશોએ બન્ને પક્ષોને શાંતિ રાખવા અપીલ કરી છે

અત્યારે અમેરિકા, રશિયા, ફ્રાન્સ જેવા દેશોએ બન્ને પક્ષોને શાંતિ રાખવા અપીલ કરી છે. તો વળી તુર્કીએ અઝરબૈજાનનું સમર્થન કરીને જંગ મોટો થાય એવું પગલું ભર્યું છે. રશિયા પરંપરાગત રીતે આર્મેનિયાનું મિત્ર છે. ઈરાનની સરહદ આ બન્ને દેશોને સ્પર્શતી હોવાથી ઈરાને પણ મધ્યસ્થીની તૈયારી દર્શાવી છે. 1980થી આ પ્રદેશ માટે સંઘર્ષ ચાલ્યો આવે છે અને તેમાં 30 હજારથી વધારે નાગરિકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 10 લાખથી વધારે પલાયન થયા છે. જે પ્રદેશ પર બન્ને દેશો દાવો કરે છે એ નાગોર્ના-કારાબાખમાં આર્મેનિયાઈ ખિસ્ત્રી અને મુસ્લીમ પ્રજા રહે છે. સોવિયેત સંઘના વખતમાં આ વિસ્તાર અઝરબૈજાનનો ભાગ હતો. પરંતુ તેને પૂરતી સ્વતંત્રતા હતી.

1980થી આ પ્રદેશ માટે સંઘર્ષ ચાલ્યો આવે છે

એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે તેને અઝરબૈજાનનો જ એક સ્વતંત્ર હિસ્સો ગણવામાં આવે છે. બીજી તરફ ત્યાં મોટી વસ્તી આર્મેનિયન પ્રજાની છે. એ વિસ્તારનો કેટલોક ભાગ પણ આર્મેનિયાએ પચાવી પાડયો છે અને હવે આખો વિસ્તાર કબજે કરવો છે. અઝરબૈજાનનું કહેવું છે કે હવે ટૂંક સમયમાં એ પોતાનો પ્રદેશ પાછો મેળવી લેશે.

અઝરબૈજાને એવો પણ દાવો કર્યો હતો કે અત્યાર સુધી જે પ્રદેશ પર આર્મેનિયાનું નિયંત્રણ હતું એ અમે કબજે લઈ લીધો છે. તો વળી સામે આર્મેનિયા એવો દાવો કરે છે કે અમે અઝરબૈજાનને ભારે નુકસાન કરી નાખ્યું છે. સ્થિતિ કાબુમાં લેવા અઝરબૈજાનમાં ઇન્ટરનેટ જેવી સેવાઓ બંધ કરી દેવાઈ છે અને ઠેર ઠેર લશ્કર ઉતારી દેવાયું છે.

READ ALSO

Related posts

રાજ્યમાં કોરોનાનાં વ્યાપમાં થયો ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 1021 નવા દર્દીઓ સાથે 6નાં મોત તો 1013 લોકો થયા સાજા

Mansi Patel

સરકારી ગોદામમાં સડી ગઈ 32,000 ટન ડુંગળી, બફર સ્ટોકમાં વધી છે હવે ફક્ત 25 હજાર ટન ડુંગળી

Pravin Makwana

મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર બેઠક: ફારૂક અબ્દુલ્લાએ કહ્યું: ભાજપના વિરોધમાં હોવાનો અર્થ રાષ્ટ્ર વિરોધી નથી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!