GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

રાજનાથસિંહ

ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ પર જોવા મળી રહેલા તણાવ વચ્ચે બંને દેશોની સેનાના વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા થઇ છે. આ વાતચીતમાં મેજર જનરલ રેંકના અધિકારી સામેલ થયા. આ ચર્ચામાં તણાવને ખતમ કરવા મામલે કોઇ પરિણામ ન આવ્યું. હવે સેનાના સ્તરે બંને દેશોના અધિકારી 6 જૂનના રોજ ફરી ચર્ચા કરશે.

બંને દેશોની વચ્ચે આ સ્તરની આ ત્રીજી બેઠક મળી હતી. આ પહેલા ભારત અને ચીનની સેનાની વચ્ચે બ્રિગેડિયર અને કર્નલ રેંકના અધિકારીની ઘણી વખત વાતચીત થઇ ચુકી છે. એલએસી પર તણાવ ઓછો કરવા માટે સેનાની સાથે સાથે ડિપ્લોમેટીક સ્તરની વાતચીત પણ ચાલી રહી છે. ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ સરહદે છેલ્લા એક મહિનાથી તણાવ પ્રવર્તી રહ્યો છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું

લદ્દાખ સરહદે ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું છે કે ચીને લદ્દાખ સરહદે મોટી સંખ્યામાં સૈનિકોએને એલએસી પર મોકલ્યા છે. અને ભારત ડિપ્લોમેટીક તથા સૈન્ય સ્તરે વાતચીતથી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજનાથ સિંહે જણાવ્યું કે સેના પ્રમુખ નરવણેએ તેમને જણાવ્યું છે કે ભારતીય અને ચીની સૈન્ય અધિકારીઓની વચ્ચે છ જૂને બેઠક યોજાવાની છે.. અને વિશ્વાસ છે કે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેવામાં આવશે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે સરહદે ચાલી રહેલા વિવાદમાં બંને દેશો પોતપોતાના દાવ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ત્યાં ચીની સૈનિક પણ આવ્યા છે. પરંતુ ભારતે પણ પોતાની તરફથી જે કંઇ પણ કરવું જોઇએ તે કર્યું.

READ ALSO

Related posts

સુરતમાં ટીઆરબી જવાનને ભલમનસાઇ પડી ભારે, જાહેરમાં ઝઘડો કરી રહેલા દંપતિને રોકવા જતા પડી થપ્પડ

Nilesh Jethva

વિકાસનું એન્કાઉંટર: 5 લાખનો ઈનામી, 250 રૂપિયામાં ઝડપાયો, 500 રૂપિયામાં થયો ઠાર

Pravin Makwana

ડિસ્કાઉન્ટના ચક્કરમાં ફસાયા હજારો ગ્રાહકો, આ એક ભૂલથી રોકાયું વાહનોનું રજીસ્ટ્રેશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!