GSTV

‘દેશ માટે રમીને કોઇના પર ઉપકાર નથી કરી રહ્યો’, કોહલીએ આપ્યું મોટુ નિવેદન

Last Updated on October 26, 2018 by Bansari

દેશ માટે રમવુ કોઇપર ઉપકાર કરવા સમાન નથી અને કદાચ આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ વર્ષ પસાર કરવા છતાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાને કંઇક વિશેષના હકદાર નથી માનતાં.

કોહલીએ વન ડેમાં 10 હજાર રન સૌથી ઓછી ઇનિંગ્સમાં પૂરા કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. તેનું માનવું છે કે કેંઇપણ નિશઅવિત છે તેમ ન માનવું જોઇએ.

કોહલીએ જણાવ્યું કે, મારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવુ ખૂબ જ મોટુ સન્માન છે અને દસ વર્ષ રમ્યા બાદ પણ મને તેવો અહેસાસ નથી થતાં કે હું કોઇ ખાસ વસ્તુનો હકદાર છું. તમારે ત્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રત્યેક રન માટે સખત મહેનત કરવી પડશે.

તેમણે જણાવ્યું કે, ઘણાં લોકો છે જે ભારત તરફથી રમવા ઇચ્છે છે. જ્યારે તમે પોતાને તે સ્થિતીમાં મુકો ત્યારે તમારી અંદર પણ રનની એ જ ભૂખ હોવી જોઇએ. કોઇપણ સ્તરે તેને સરળ ન ગણો.

કોહલીએ જણાવ્યું કે ટીમને પ્રતિબદ્ધતાની જરૂરિયાત હોય છે. તેણે કહ્યું કે, જો મારે એક ઓવરમાં 6 વાર ડાઇવ કરવી પડે તો ત્યારે પણ હું ટીમ માટે તેમ કરીશ કારણ કે આ મારુ કર્તવ્ય છે અને તેના માટે મને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. આ મારા કામનો હિસ્સો છે. હું કોઇના પર ઉપકાર નથી કરી રહ્યો.

કોહલીએ જણાવ્યું કે, હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું. આ બાબત મારા માટે મહત્વની નથી પરંતુ તમે તમારા કરિયરમાં દસ વર્ષ રમ્યાં બાદ આ મુકામ પર પહોંચ્યો છું અને આ મારા માટે ખાસ છે. કારણ કે હું આ ખેલને ખૂબ જ પ્રેમ કરૂ છું અને વધુમાં વધુ રમવા ઇચ્છું છું. મારા માટે આ જ મહત્વપૂર્ણ છે.

તેણે કહ્યું કે, હું એટલા માટે ખુશ છું કે હું આટલા લાંબા સમય સુધી રમવામાં સફળ રહ્યો અને આશા છે કે આગળ પણ રમતો રહીશ.

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!