GSTV
Home » News » નેપાળ કે માલદિવમાં ચીનને કાર્યવાહી કરતા ભારત રોકી શકે નહીં !

નેપાળ કે માલદિવમાં ચીનને કાર્યવાહી કરતા ભારત રોકી શકે નહીં !

માલદીવમા રાજકીય સંકટ વચ્ચે ભારતે મહત્વનું નિવેદન આપ્યુ છે. ભારતે એક નિવેદનમાં કહ્યું કે પોતાના પાડોશી દેશ સાથે ભારત કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરે. ભારતે ચીન અને ભારત વચ્ચે સામરિક વિશ્વાસ મજબૂત કરવા પ્રયાસ હાથ ધર્યા છે. આ મામલે સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, ભારત પ્રાદેશિક વિસ્તારમાં શક્તિશાળી હોવાનો દાવો ના કરી શકે. જેથી ભારત ચીનને નેપાળ કે માલદીવમાં પોતાની કાર્યવાહી કરવાથી રોકી ના શકે. પરંતુ ભારત પોતાની સંવેદનશિલતા અંગે ચીનને રજૂઆત કરી શકે છે. ભારત સંવેદનશિલતાની સીમા ચીનને દર્શાવી શકે છે.

પરંતુ તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની જવાબદારી બેઈજિંગની રહેશે. મહત્વનું છે કે ભારતના નિવેદન બાદ નેપાળના વડાપ્રધાન કેપી ઓલી આગામી 6 એપ્રિલથી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. નેપાળમાં ચૂંટણી દરમ્યાન ચીન વિરૂદ્ધ તીખી ટિપ્પણી કરનારા કેપી ઓલી પોતાના પહેલા વિદેશ પ્રવાસે ભારત આવી રહ્યાં છે. તો આ તરફ પાડોશી દેશો સાથે સંબંધ વધારે મજબૂત કરવા ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે ટુંક સમયમાં શ્રીલંકા અને બાંગ્લાદેશના પ્રવાસે જઈ શકે છે. સૂત્રોનું માનીએ તો વિજય ગોખલે રાજકીય સંક્ટ વચ્ચે માલદીવની પણ મુલાકાત લઈ શકે છે.

Related posts

અમરેલી : સહકારી સંઘના પ્રમુખ તરીકે ભાજપના આગેવાન બિનહરીફ ચૂંટાયા

Mayur

Twitterએ લોન્ચ કર્યુ નવું ડેસ્કટૉપ વર્ઝન, ચેન્જ કરી શકે છે થીમ કલર

Mansi Patel

એકલા હાથે ચૂંટણી લડવાની કરો તૈયારી, મહારાષ્ટ્રમાં શિવસેનાને લાગશે ઝટકો

Karan
Do NOT follow this link or you will be banned from the site!