અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ચીન અને પાકિસ્તાન કાબુલ પર પોતાનો પ્રભાવ વધારવા માટે કામ કરી રહ્ય છે. મિડલ ઈસ્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અફઘાનિસ્તાનને લઈને જો સંઘર્ષ વધશે તો એક તરફ ચીન-પાકિસ્તાન અને બીજી તરફ રશિયા, ઈરાન અને ભારત જેવા દેશ હશે. જાણકારો પ્રમાણે અમેરિકા હવે આ સંઘર્ષનો ભાગ નહીં હોય.

કાબુલ પર તાલિબાનના કબ્જા બાદથી ચીન અને પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સૌથી આગળ નજરે પડી રહ્યા છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ લાંબા સમયથી તાલિબાનને દરેક પ્રકારે મદદ કરી રહી છે. ચીનની નજર પણ અફઘાનિસ્તાનના ખનીજ સંસાધનો પર છે. આ સાથે જ ચીન બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો વિસ્તાર પણ કરવા માંગે છે.
તાલિબાનના વલણને જોતા રશિયાએ અફઘાનિસ્તાન પર પોતાની સ્થિતિ કડક કરી લીધી છે અને નવી સરકાર સાથે વાતચીતથી મો ફેરવ્યું છે. રશિયાએ તાલિબાની સરકારના ઉદ્ધઘાટન સમારોહમાં ભાગ લેવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. રશિયા આ વિસ્તારમાં એક્ટિવ આતંકી જૂથોથી સાવધાન છે. તે ખતરાના કારણે જ રશિયાએ અફઘાનિસ્તાનની બોર્ડરને અડીને આવેલા તાજિકિસ્તાનને ઘણા સૈન્ય ઉપકરણ મોકલ્યા છે. આતંકવાદની વિરૂદ્ધ ભારત અને રશિયાની પોલિસી એક જેવી જ રહી છે. તાજેતરમાં ભારતમાં રશિયન રાજદૂત નિકોલે કુદાશેવએ કહ્યું હતુ કે ક્ષેત્રિય સુરક્ષા પર સંયુક્ત ચિંતાઓ રશિયા અને ભારતને એક સાથે લઈને ચાલે છે. અફઘાનિસ્તાનના મુદ્દાને લઈને રશિયા અને ભારતના ટોપ અધિકારી સતત વાતચીત કરી રહ્યા છે.
શિયા બહુમતી ધરાવતા ઈરાનના તાલિબાનની સાથે મધુર સંબંધો છે. ઈરાને પંજશીર ખીણમાં તાલિબાનની કાર્યવાહીને લઈને આકરી નિંદા કરી હતી. આ પહેલા ઈરાન અફઘાનિસ્તાનની વચગાળાની સરકારને બિન-સમાવેશી ગણાવી હતી. ઇરાને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભાગીદારીને લઈને પણ ઘણી વખત સવાલ ઉઠાવ્યા. ગત તાલિબાન શાસન દરમિયાન પણ ઈરાને તાલિબાની સરકારને માન્યતા આપી નહોતી. આ બધાની વચ્ચે અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ભારત અને ઈરાન નિકટ આવી રહ્યા છે.

ભારત પોતાની બોર્ડરની પાસે અસ્થિર અફઘાનિસ્તાન જોવા ઈચ્છતુ નથી. જેને લઈને ભારત ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. ગત તાલિબાન શાસનમાં કાશ્મીરમાં કટ્ટરપંથી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો. ભારત પહેલા જ તે વાતને લઈને ચિંતા વ્યક્ત કરી ચુક્યું છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદી પ્રવૃતિ માટે કરી થઇ શકે છે. તેવામાં રશિયા અને ઈરાન જેવા પોતાના મિત્રોની સાથે ભારત ક્ષેત્રીય ગઠબંધન બનાવીને અફઘાનિસ્તાનમાં ચીન અને પાકિસ્તાનના પ્રભાવને ઓછો કરવાનો પ્રયાસ કરી શકે છે.
Read Also
- સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ