સર્વિસ સેક્ટરની નિકાસ ક્ષેત્રે ચીનને પછાડીને ભારત આગળ નીકળી શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે બંને દેશના સર્વિસ સેક્ટર વચ્ચે નિકાસનું અંતર ઓછું છે જ્યારે વસ્તુની નિકાસ મામલે બંને દેશ વચ્ચેનું અંતર ઘણું વધારે છે. સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા ટેલિકોમ, કોમ્પ્યુટર અને આઈટી મામલે વિશ્વ બજારમાં ભારતની નિકાસ ચીન કરતા વધારે છે.

આંકડાકીય રીતે જોઈએ તો 2018ના વર્ષમાં ચીનના સર્વિસ સેક્ટરની નિકાસ 233 અબજ ડોલરની હતી. તે સમયે ભારતના સર્વિસ સેક્ટરની કુલ નિકાસ 205 અબજ ડોલર રહી. મતલબ કે ભારતના સર્વિસ સેક્ટરની નિકાસ ચીનની નિકાસના લગભગ 90 ટકા જેટલી છે. સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા ટેલિકોમ, કોમ્પ્યુટર અને આઈટીની નિકાસમાં ભારત ચીનથી આગળ છે. જો કે ચીન ઝડપથી આ ક્ષેત્રોમાં ભારતની નજીક આવી રહ્યું છે.

2018ના વર્ષમાં ભારતે ટેલિકોમ, કોમ્પ્યુટર અને આઈટી સેક્ટરમાં 58 અબજ ડોલરની નિકાસ કરી હતી જ્યારે ચીને તે સમયે આ સેક્ટર્સમાં આશરે 49 અબજ ડોલરની નિકાસ કરેલી. 2017ના વર્ષમાં ભારતે ટેલિકોમ, કોમ્પ્યુટર અને આઈટી સેક્ટરમાં 54 અબજ ડોલરની નિકાસ કરેલી અને આ સેક્ટરમાં ચીનની નિકાસ 30 અબજ ડોલર જેટલી હતી.

નિષ્ણાંતોના મતે સરકારે ભારતના સર્વિસ સેક્ટરની નિકાસને પ્રોત્સાહિત કરવા મેન્યુફેક્ચરિંગની જેમ વિશેષ નીતિ બનાવવી જોઈએ. આવું નહીં કરવામાં આવે તો આગામી 10 વર્ષોમાં સર્વિસ સેક્ટર નિકાસમાં પણ ચીન અને ભારત વચ્ચેનું અંતર વસ્તુઓની નિકાસ જેવું થઈ શકે છે. ચીન વાર્ષિક 2,500 અબજ ડોલરની વસ્તુઓની નિકાસ કરે છે જ્યારે ભારતની નિકાસ 310 અબજ ડોલરની છે જે ચીનની વસ્તુઓની નિકાસના 15 ટકા પણ નથી.
READ ALSO
- સેન્સેક્સ કે ગોલ્ડ/બંનેને 50 હજાર સુધી પહોંચવામાં લાગ્યા 21 વર્ષ, જાણો ક્યાં મળે છે સૌથી વધુ રિટર્ન
- પાક્કા મકાનનું સપનું થશે પૂરું/ માત્ર 1.42 લાખ રૂપિયામાં મળશે સરકારી ફ્લેટ,બસ હોવું જોઈએ આ એક ડોક્યૂમેન્ટ
- બદલાયા નિયમો/ જાહેરમાં સિગારેટ પીતાં પકડાયા તો 2000 રૂપિયા થશે દંડ : સ્મોકિંગ ઝોન રદ થશે અને વેચવા માટે પણ લેવું પડશે લાયસન્સ
- કામના સમાચાર/ પાસપોર્ટ અને રેલવે ટીકિટની જેમ તત્કાલ મળશે ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ નહીં જવું પડે RTO
- ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી