GSTV
Home » News » પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમનો ભારત કરશે બહિષ્કાર, લીધો આ મોટો નિર્ણય

પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમનો ભારત કરશે બહિષ્કાર, લીધો આ મોટો નિર્ણય

india boycott pak national day

સરકારે પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસના અવસરે અહીં તેના ઉચ્ચાયોગમાં આયોજિત કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સરકારે તે કાર્યક્રમમાં કાશ્મીરી અલગાવવાદીનેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હોવાથી આ નિર્ણય લીધો છે. એક અધિકારીએ જણાવ્યું કે ભારત સરકારે અધિકારી 23 માર્ચે ઉજવવામાં આવનાર પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની પૂર્વ સંધ્યા પર આયોજિત કાર્યક્રમથી અંતર જાળવશે.

ભારત સ્થિત પાકિસ્તાની હાઇકમિશનમાં યોજાનાર પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં કોઇ ભારતીય પ્રતિનિધિ સામેલ થશે નહીં. કેન્દ્ર સરકારે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતાઓને પણ બોલાવ્યા છે.

સાથે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે ભારત સરકારના અધિકારી 23મી માર્ચના રોજ મનાવામાં આવતા પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની પૂર્વ સંધ્યા પર યોજાનારા કાર્યક્રમથી અંતર બનાવી રાખશે. પાકિસ્તાની હાઇકમિશન આ વર્ષે એક દિવસ પહેલાં જ એટલે કે આજે રાષ્ટ્રીય દિવસ મનાવાનો નિર્ણય લીધો છે. જે દર વર્ષે 23મી માર્ચના રોજ આયોજીત થતો હોય છે. જેમાં ભારતની તરફથી સામાન્ય રીતે કોઇ મંત્રી આ કાર્યક્રમમાં સામેલ થાય છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાની એમ્બેસડરે આ વર્ષે એક દિવસ પહેલાં જ એટલે કે 22 માર્ચે જ રાષ્ટ્રીય દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. દર વર્ષે આ કાર્યક્રમ 23 માર્ચે રાખવામાં આવતો હોય છે. આ વર્ષે આ કાર્યક્રમમાં ભારત તરફથી કોઈ પણ મંત્રી સામેલ થશે નહીં.

એનડીએ સરકાર 5 વર્ષથી પાક એમ્બેસડરના ભાગલાવાદી સાથેના સંબંધોનો વિરોધ કરતા આવ્યા છે. પરંતુ પહેલીવાર ભારત સરકાર દ્વારા પાકિસ્તાનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા મહિને જ પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે.

Read Also

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!