GSTV

આવ ભાઇ હરખા આપણે બે સરખા, વિપક્ષોને નિશાન બનાવવામાં ટ્રમ્પે ભારત આવીને મોદીવાળી કરી

કોરોના

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઘણી સામ્યતા છે. એમાંની એક સામ્યતા એવી છે કે બંને નેતાઓ વિદેશ જઈને પણ વિપક્ષી નેતાઓને નિશાન બનાવવાની તક જતી કરતા નથી.વડાપ્રધાન મોદી અમેરિકાની યાત્રા વખતે કોંગ્રેસના શાસનકાળની અને અત્યારના કોંગ્રેસી નેતાઓની ટીકા કરવાની તક ઝડપી લે છે. અમેરિકામાં પણ મોદી કોંગ્રેસના નેતાઓને જે રીતે નિશાન બનાવે છે એ જ રીતે ભારત આવીને ટ્રમ્પ પણ વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને નિશાન બનાવે છે.

ટ્રમ્પે બર્ની સેંડર્સને નિશાન બનાવ્યા

નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી વતી ઉમેદવારી દર્જ કરવા પ્રાઈમરી ઈલેક્શન ચાલી રહ્યા છે. એમાં નેવાડાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીમાં સેનેટર બર્ની સેંડર્સને વિજય મળ્યો છે. બર્ની સેંડર્સ માટે નેવાડામાં વિજય મેળવવાનું અઘરૂં ગણાતું હતું અને તેમને વિજય મળ્યો એ અંગે અમદાવાદથી આગ્રા જતા પહેલાં એરપોર્ટ ઉપર સવાલ કરાયો હતો.

ટ્રમ્પે બર્ની સેંડર્સને નિશાન બનાવીને તેને વ્યંગમાં ‘ક્રેઝી બર્ની’ કહીને ઉતારી પાડયા હતા. એટલું જ નહીં, ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ અંદરોઅંદર ટાંટિયા ખેંચ કરે છે એવું કહીને વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીની પોલીસીની ઝાટકણી કાઢી હતી.

Read Also

Related posts

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને થયો કોરોના, ફેફસામાં ઈન્ફેક્શન વધતા ICUમાં કર્યા ભરતી

Pravin Makwana

લોકડાઉનમાં ઘરજમાઈ તરીકે રહેતા સાળી સાથે થયો પ્રેમસંબંધ, સમય મળતાં ભગાડી ગયો પણ પકડાઈ જતાં થયું કંઈક આવું….

Karan

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ હાઈકોર્ટના આ નિવૃત જજને સોપવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!