GSTV

વાજપેયીના અંતિમ સંસ્કાર સમયે તેમના સૌથી ગાઢ મિત્ર ખૂણામાં રડું રડું થઈ રહ્યાં હતાં

Last Updated on August 17, 2018 by Karan

જ્યારે કોઈ તમારી સાથે 65 વર્ષ સુધી ખંભે ખંભો મિલાવીને ચાલે તેનો મતલબ સમજો છો તમે? એ પછી તે અન્ય વ્યક્તિ રહેતા જ નથી તમે અને એ બંને એક જ બની ગયા હોવ છો. આમ પણ ભારતીયો સરેરાશ 68.8 વર્ષ જીવે છે એટલે જોવા જોઈએ તો તેમાં માત્ર 3 જ વર્ષ ઓછા, આટલો અને અહીં સુધીનો જ સાથ હતો અટલ બિહારી વાજપેયી અને અડવાણીનો. સામાન્ય રીતે સરેરાશ ભારતીય જેટલું જીવે છે તેટલા વર્ષ તો આ બંને નેતાઓએ સાથે પસાર કર્યો. અટલજી અને અડવાણી વચ્ચે વૈચારિક મતભેદો હતા. અામ છતાં તેઅો બંને ક્યારેય અમાન્યા ચૂક્યા ન હતા. વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે પણ સરકારના કોઈ પણ નિર્ણયમાં કે કોઇ મંત્રીની સલાહના અંતે અડવાણીને જરા પૂછી લેજો અે કહેવાનું તેઅો ભાગ્યે જ ચૂકતા હતા. ગુજરાત બાબતે તો તેઅોઅે કદી પણ માથું માર્યું નથી. અડવાણી કહે તે જ તેઅો બોલતા. બંને જણા અેકબીજાની મૌનની ભાષા પણ સમજી જતા.

સત્તાનું શિખર હોય કે રસ્તાની ધૂળ બંને એક સાથે માણ્યું. દુનિયામાં આવતી દરેક જોડી પછી તે ગમે તે હોય અંતે તૂટે છે. કેમ કે કવિતામાં તો કાલના કપાળે લખાયેલ કોઈ ભૂંસી શકાય છે પરંતુ હકીકતમાં તો મૃત્યુ જ પરમ સત્ય છે. 6 દશકાનો તેમનો આ સાથ હવે પૂરો થઈ ગયો અને વાજપેયીની શ્રદ્ધાંજલી સભામાં હજારોની ભીડ વચ્ચે પણ એકલા અટૂલા લાગતા અડવાણીની આ તસવીર જ તેમના દુઃખની ચાડી ખાય છે. અડવાણી અાજે ભાજપમાંથી સાઇડલાઇન થઈ ગયા છે. જેમને ભાજપનું સિંચન કર્યું છે. ભાજપ અાજે મજબૂત છે તેમાં અડવાણીનો સિંહફાળો છે. અાજે અટલજી રહ્યાં નથી ત્યારે અડવાણીને અાજે સૌથી વધુ દુખ પહોંચ્યું છે.

મેદની વચ્ચે શૂન્યમનસ્ક આંખોથી એકટસ તાકી રહેતા અડવાણીની આંખો તમામની ચાડી ખાતી હતી. તમને સમગ્ર વાત, વણબોલાયેલ શબ્દો અને મૌનની પાછળનું આક્રંદ સંભળાઈ જશે. ગુરુવારે જ્યારે ભારતીય રાજનીતિનો અટલ અધ્યાય સમાપ્ત થઈ ગયો ત્યારે અડવાણીએ કહ્યું હતું કે અમારો સાથ 65 વર્ષથી વધુનો હતો અને આજે જ્યારે તે નથી રહ્યો ત્યારે તેને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.

સ્વાભાવિક છે, શબ્દ હોય પણ ક્યાંથી અને કઈ રીત? આ 65 વર્ષોમાં કોણ જાણે કેટલાય શબ્દો બંનેએ એકબીજાને કહ્યા હશે. કેટકેટલાય એવી ક્ષણો હશે જેમાં શબ્દો ઓગળી ગયા હશે. વાજપેયીનું મોત દેશ માટે તો શોકનો વિષય છે જ પણ અડવાણી માટે તેનાથી વધુ એક વ્યક્તિગત દુઃખ છે. જે તેમને હવે ખાલીપો અનુભવ કરાવે છે. પાછલા ઘણા વર્ષોથી અટલ બિહારી વાજપેયી બિમારીના કારણે સાર્વજનીક જીવનથી દૂર થઈ ગયા હતા ત્યારે તેમના ઘરે નિયમિત રીતે જઈને મળવાવાળાઓમાં બે જ નામ મુખ્ય હતા. એક અડવાણી અને બીજુ રાજનાથ સિંહ.

Related posts

સુવિધા/ કોઈ પણ બિમારીની સલાહ માટે ડોક્ટરને ત્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી, હવે વોટ્સએપ પર મળશે ડોક્ટર

Pravin Makwana

ATMથી કેશ ઉપાડવું થશે મોંઘુ, હવે લિમિટથી વધુ પૈસા કાઢવા પર લાગશે આટલો ચાર્જ

Damini Patel

હદ છે યાર/ લખનઉમાં ચોર ટોળકીએ ખતરનાક પ્લાન બનાવી વિમાનના ટાયર ચોરી લીધા, પોલીસને જાણ થતાં હોબાળો મચી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!