ભારત પોતાના હથિયાર સોદા માટે રશિયા સાથે અંતિમ સમજૂતી જલદી કરી શકે છે. ભારત આ મહત્વના સોદા માટે રશિયા પાસેથી S-400 ટ્રંફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ આધુનિક હથિયાર છે. જે 400 કિલોમીટરના અંતરેથી આવી રહેલા દુશ્મનોના વિમાન, મિસાઇલ અને ડ્રોનને રોકવા તથા ટ્રેક કરવા અને હુમલો કરવાની શકયતા ધરાવે છે.
જમીનથી હવામાં હુમલો કરનારી આધુનિક ડિફેન્સ મિસાઇલ

એક અહેવાલ મુજબ ભારત આ ડીલને 2018-19ન ફાઇનાન્શિયલ યરમાં કરશે. અને આ સોદા પર હસ્તાક્ષર થયા બાદ પ્રથમ યૂનિટ 24 મહિનામાં મળી જશે. તો બાકીની 5 મિસાઇલ આગામી 54 મહિનામાં મળશે.
ભારત યુદ્ધાના સમયે આ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરે તો પાકિસ્તાની શોર્ટ રેન્જ ન્યૂકિલિયર મિસાઇલને પહોંચી વળવા આ મિસાઇલનો ઉપયોગ ભારત કરી શકે છે.
આ ડીલ અંગે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ 2015ના ઓક્ટોબર મહિનામાં ચર્ચા થઈ હતી અને રક્ષા અધિગ્રહણ પરિષદ બાદ ગોવા સમિટ 2016માં મોદી તથા પુતિને પાંચ એસ-400 સિસ્ટમ માટે આંતર સરકારી મસજૂતી કરી હતી.