GSTV
Gujarat Government Advertisement

વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી

વેક્સિન

Last Updated on April 21, 2021 by Harshad Patel

કોરોના વાયરસની વિરુદ્ધ રસીકરણ અભિયાનમાં દેશમાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. મંગળવારે દિવસે જ વેક્સિનના આશરે 29 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી 45 વર્ષથી વધુ ઉંમરના 11 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. વેક્સિનના લાભાર્થીઓમાં 92.01 લાખ આરોગ્ય કર્મચારીઓ (પ્રથમ ડોઝ) આપવામાં આવ્યો છે. તો 58.16 લાખ આરોગ્ય કર્મચારીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે. 1.15 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રથમ ડોઝ તો 58.52 લાખ ફ્રન્ટલાઈન વર્કને બીજો ડોઝ પણ આપી દેવાયો છે.

ભારતે ફક્ત 95 દિવસનો સમય લીધો

દરમિયાન, આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રસીકરણ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ લોકોને આપવામાં ભારતે ફક્ત 95 દિવસનો સમય લીધો છે. સૌથી ઝડપી વેક્સિનેશન કરનારો વિશ્વનો સૌથી ઝડપી દેશ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાની 29,90,197 રસીના ડોઝ આપવામાં આવ્યા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ, દેશમાં કોરોનાના કુલ 1,56,16,130 કેસ નોંધાયા છે અને 1,32,76,039 આ જીવલેણ વાયરસ સામે જંગ જીતી ગયા છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 21,57,538 છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાની 29,90,197 રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જે પછી કુલ રસીકરણનો આંક 13,01,19,310 પહોંચ્યો છે.

ઘણા રાજ્યોએ આંશિક અથવા સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનું પસંદ કર્યું

ભારતમાં કોરોના વાયરસના 2,59,170 નવા કેસો સામને આવ્યા પછી સંક્રમિતોની કુલ સંખ્યા 20 લાખથી વધુ થઈ છે. તો 1,761 લોકોના મોત થયા છે. ઘણા રાજ્યોએ આંશિક અથવા સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનું પસંદ કર્યું છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર તોફાનની જેમ આવી છે. જો કે, તેમણે રાજ્યોને સલાહ પણ આપી હતી કે કોરોના સામે લડવાનો અંતિમ વિકલ્પ તરીકે લોકડાઉનનો ઉપયોગ થવો જોઈએ. અગાઉ, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, ગંભીર સ્વાસ્થ્ય સંકટમાંથી પસાર થતાં દેશમાં આગામી ત્રણ અઠવાડિયા પડકારજનક રહેશે. સ્વાસ્થ્ય માળખાને મજબૂત બનાવી દેશમાં વેક્સિન સપ્લાયને આગળ વધારવાના પ્રયાસો કરવા પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel

ચિંતાનો વિષય/ અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 8052 બેડ હજુ ભરાયેલા, જાણી લો કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

Bansari

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!