GSTV
Others Sports ટોપ સ્ટોરી

ફૂટબોલ/ ભારતે જીતી SAIF U-17 ચેમ્પિયનશિપ, ફાઈનલમાં નેપાળને 4-0થી હરાવ્યુ

ભારતે બુધવારે ફાઇનલમાં એકતરફી અંદાજમાં નેપાળમાં 4-0થી હરાવીને દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન(SAIF) U-17 ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કરી લીધું છે. ભારતે સતત બીજીવાર આ ખિતાબ જીત્યો છે, જેને પહેલા સૈફ અંડર-15 ચેમ્પિયનશિપના નામથી ઓળખવામાં આવતો હતો. બોબી સિંહ, કોરૌ સિંહ, કેપ્ટન વનલાલરપેકા ગુઇટે અને અમને ભારત માટે એક-એક ગોલ કર્યો હતો. નેપાળના ગ્રુપ લીગમાં ભારતે 3-1થી હરાવ્યુ હતુ, પરંતુ ફાઈનલમાં ભારતની સામે એક પણ ગોલ કરી શક્યા નહતા.

ભારતના કેપ્ટન વનલાલપેકા ગુઇટેને ટુર્નામેન્ટની સૌથી મૂલ્યવાન ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા, જોકે ગોલકીપર સાહિલે સર્વશ્રેષ્ઠ ગોલકીરપર પુરસ્કાર જીત્યો હતો. મુખ્ય કોચ બિબિયાનો ફર્નાંડીસે ભારતીય યુવાઓના પ્રયાસની પ્રશંસા કરતા કહ્યુ, “મને મારા છોકરાઓ પર ખૂબ જ ગર્વ છે. ખૂબ જ મહેનત કરવામાં આવી અને તમામ સપોર્ટ સ્ટાફ અને ખેલાડી બરાબર જીતના હકદાર છે.”

READ ALSO:

Related posts

Gujarat Election / અમદાવાદના આ નેતાને લોકો કહી રહ્યા છે જુનિયર અમિત શાહ, જાણો શા માટે

Nakulsinh Gohil

સુરત / મહુવાના ભાજપ ઉમેદવાર મોહન ડોઢિયાના નામે ખોટો વિડીયો થયો વાયરલ, જિલ્લા પોલીસવડાને કરાઈ ફરિયાદ

Nakulsinh Gohil

BIG BREAKING / મોરબી બાદ મહારાષ્ટ્રમાં રેલ્વે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ ધડામ, 20 મુસાફરો 60 ફૂટની ઉંચાઈથી નીચે પટકાયા

Hardik Hingu
GSTV