GSTV

ટીમ ઇન્ડિયાની ચોથી વન ડેમાં શ્રીલંકા સામે 168 રનથી ‘વિરાટ’ જીત, રોહિત-કોહલીની સદી

Last Updated on August 31, 2017 by

કપ્તાન વિરાટ કોહલી અને ઓપનર બેટસમેન રોહિત શર્માની શાનદાર સદીની મદદથી ભારતીય ટીમે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ગુરૂવારે રમાયેલી ચોથી વન ડે મેચમાં યજમાન શ્રીલંકાને 168 રનથી હરાવી શ્રીલંકામાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો હતો. ભારતના વિશાળ 375 રનના લક્ષ્યના જવાબમાં યજમાન ટીમ 207 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ વન ડે મેચની સિરીઝમાં 4-0ની સરસાઇ હાંસલ કરી છે ત્યારે પાંચમી અને અંતિમ વન ડે મેચમાં શ્રીલંકા આબરૂ માટે જીતવવા મરણિયા પ્રયાસ કરશે જ્યારે ભારતીય ટીમ પણ 5-0થી યજમાન ટીમનો વ્હાઇટવોશ કરવા એડીચોટીનું જોર લગાવશે.

યજમાન ટીમનો પ્રારંભિક ધબડકો

ભારતે આપેલા જંગી સ્કોરનો પીછો કરતા યજમાન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. યજમાન ટીમે 68 રનમાં ટોચની ચાર વિકેટ ગુમાવતા મુશ્કેલીમાં મૂકાઇ હતી.નિરોશન ડિકવેલા  14, કુશાલ મેન્ડિસ 1, દિલશાન મુનાવીરા 11 અને લાહિરુ થિરિમાને 18 રન બનાવી આઉટ થયા હતા. જો કે, ભારતીય બોલિંગ આક્રમણ સામે એન્જેલો મૈથ્યૂઝ સિવાય અન્ય બેટસમેનો નોંધપાત્ર દેખાવ કરી શક્યા ન હતા.

મૈથ્યૂઝના લડાયક 80 રન, અન્ય બેટસમેનો નિષ્ફળ

એક તરફ વિકેટ પડી રહી હતી ત્યારે કપરા સમયમાં એન્જેલો મૈથ્યૂઝ સંઘર્ષ કરત હતો. તેણે લડાયક સૌથી વધુ 80 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 70 રન બનાવ્યા હતા. જ્યારે મિલિન્ડા સિરિવર્ધના 39, વાનિદુ હસરંગા 22, મલિન્દા પુષ્પકુમાર 3, વિશ્વા ફર્નાન્ડોએ 5 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે અકીલા ધનંજય 11 રને અણનમ રહ્યો હતો. જ્યારે લસિથ મલિંગા ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. ભારત તરફથી સૌથી વધુ 2-2 વિકેટો કુલદીપ યાદવ, જસપ્રીત બૂમરાહ અને હાર્દિક પંડ્યાને મળી હતી. ઉપરાંત શાર્દૂલ ઠાકુર અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.

 

ધવન સસ્તમાં આઉટ, રોહિત-કોહલી બન્યા તારણહાર

આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર બેટસમેન શિખર ધવન 4 રનના અંગત સ્કોરે ફર્નાન્ડોનો શિકાર બનતા ટીમે 6 રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ઓપનર રોહિત શર્મા અને કપ્તાન વિરાટ કોહલીએ મોરચો સંભાળ્યો હતો. બંનેએ શ્રીલંકન બોલરોને ફટકારતા બીજી વિકેટ માટે મહત્વપૂર્ણ 219 રનની ભાગીદારી કરી હતી. 96 બોલમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 131 રન બનાવ્યા બાદ કપ્તાન કોહલી મલિંગાની બોલિંગમાં આઉટ થતાં ટીમે 225 રનના સ્કોરે બીજી વિકેટ ગુમાવી હતી.

ધોની-પાંડેનું ચાલ્યું બેટ, સ્કોર પહોંચાડ્યો 300ને પાર

બાદમાં હાર્દિક પંડ્યા પણ વધુ સમય ક્રિઝ પર ટકી ન રહેતા 19 રન બનાવી મૈથ્યૂઝની બોલિંગમાં આઉટ થતાં ટીમે 262 રનમાં ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ તરત જ રોહિત શર્મા પણ મૈથ્યૂઝની બોલિંગમાં ડિકવીલના હાથે કેચ આઉટ થતાં ટીમે 262 રનના સ્કોરે જ ચોથી વિકેટ ગુમાવી હતી. રોહિતે 88 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. દરમિયાન લોકેશ રાહુલ 7 રન બનાવી ધનંજયની બોલિંગમાં આઉટ થતાં ટીમે 274 રનમાં પાંચમી વિકેટ ગુમાવી હતી. પરંતુ, મનિષ પાંડે અને મહેન્દ્ર સિંહ ધોનીએ વિખૂટી પડ્યા વિના નિર્ધારિત 50 ઓવરમાં ટીમનો સ્કોર 375 રને પહોંચાડ્યો હતો. મનિષ પાંડેએ અણનમ 50 રન અને મહેન્દ્રસિંહ ધોનીએ અણનમ 49 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ 2 વિકેટ એન્જેલો મૈથ્યૂઝે લીધી હતી. જ્યારે લસિંથ મલિગા, વિશ્વા ફર્નાન્ડો અને અકીલા ધનંજયને 1-1 વિકેટ મળી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતે ફેબ્રુઆરી 2009માં કોલંબોમાં 363 રન બનાવ્યા હતા. ભારતનો પોતાના વન ડે ઇતિહાસમાં આ 11મો સૌથી મોટો સ્કોર છે.

Related posts

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

Dhruv Brahmbhatt

એક વર્ષ પછી સમેટાશે ખેડૂત આંદોનલ ! બધી માગ સ્વિકારવા કેન્દ્ર તૈયાર, આજે લેવાશે નિર્ણય

Damini Patel

લોકસભામાં ચીન દ્વારા ભારતીય ભૂમિ પરના કબ્જાની વાતનો સરકારે છેદ ઉડાડ્યો, આપ્યો ચોંકાવનારો જવાબ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!