GSTV
Gujarat Government Advertisement

આખરે વ્હાઇટવોશથી બચ્યું ભારત: ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું

Last Updated on December 2, 2020 by pratik shah

રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગ અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી ભારતે બુધવારે રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવ્યું હતું. આમ ભારતે વ્હાઇટવોશ બચાવી લીધો હતો. જોકે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની આ સિરીઝ 2-1થી જીતી લીધી હતી. બંને ટીમ હવે ટી20 મેચની સિરીઝ રમશે.

વન-ડે

303ના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 289 રને પરાસ્ત

બુધવારે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં પાંચ વિકેટે 302 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પણ સારી એવી લડત આપી હતી પરંતુ અંતે તે 49.3 ઓવરમાં 289 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગયું હતું. આમ ભારતનો 13 રનથી વિજય થયો હતો.

ઓસ્ટ્રેલિયાના કપ્તાનના 75 રન

303  રનના ટારગેટ સામે રમતાં ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન અને ઓપનર એરોન ફિંચે સૌથી વધુ 75 રન ફટકાર્યા હતા જયારે ગ્લેન મેક્સવેલે 38 બોલમાં 59 રન ફટકારીને ભારત માટે એક સમયે તો જોખમ પેદા કરી દીધું હતું પરંતુ જસપ્રિત બુમરાહે તેને આઉટ કરીને કાંગારુંઓની લડત ખતમ કરી નાખી હતી.

શાર્દુલે 3 અને બુમરાહ નટરાજને લીધી 2-2 વિકેટ

ભારત માટે શાર્દૂલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી તો બુમરાહ અને ટી. નટરાજને બે બે વિકેટ લીધી હતી. અગાઉ ભારતની બેટિંગમાં જાડેજાએ ઝંઝાવાતી બેટિંગ કરીને અણનમ 66 રન ફટકાર્યા હતા તો હાર્દિક પંડ્યાએ 76 બોલમાં 92 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ 63 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત કોહલીએ તેની કરિયરના 12000 રન પૂરા કર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ના હોય! આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિરો, વિચારી પણ નહીં શકો એટલા કરોડોનું આવે છે દાન

Bansari

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!