GSTV

બેંગ્લોમાં રોહિત અને કોહલીની ‘બૂમ-બૂમ’ બેટીંગ : ભારતનો 7 વિકેટે વિજય

મોહમ્મદ શમીની ચાર વિકેટ બાદ રોહિત શર્માએ કારકિર્દીની 29મી સદી સાથે 119 તેમજ કેપ્ટન વિરાટ કોહલીએ કારકિર્દીની 57મી અડધી સદી સાથે 87 રન ફટકારતાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોરમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં 2.3 ઓવર બાકી હતી, ત્યારે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. ભારતે આ સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં 2-1થી જીત મેળવતા ગત વર્ષે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે મળેલી શ્રેણીની હારનો બદલો પણ ચૂકવી દીધો હતો.

રોહિત શર્માને 119 રનની શતકીય ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે શ્રેણીમાં 183 રન ફટકારનારા ભારતીય કેપ્ટન કોહલીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાની જીતમાં શમીએ ચાર અને જાડેજાએ બે વિકેટ ઝડપીને પ્રભાવ પાડયો હતો.

બુમરાહે 10 ઓવરમાં માત્ર 38 રન આપતાં ઓસ્ટ્રેલિયાને બાંધી રાખ્યું હતુ. જીતવા માટેના 287ના પડકારનો પીછો કરવા ઉતરેલા ભારતને અનફિટ ધવનની ખોટ પડી નહતી. રોહિત અને વિરાટની જોડીએ 137 રનની ભાગીદારી કરતાં ટીમની જીતનો પાયો નાંખ્યો હતો. શ્રેયસ ઐયરે અણનમ 44 રન ફટકાર્યા હતા.

મુંબઈમાં રમાયેલી પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી અણધારી જીત મેળવી હતી. જે પછી ભારતે રાજકોટમાં રમાયેલી બીજી વન ડેમાં 36 રનથી વિજય મેળવતા શ્રેણીમાં બરોબરી પ્રાપ્ત કરી હતી. આજે બેંગ્લોરમાં ટીમ ઈન્ડિયાએ ખુબ જ આસાન વિજય મેળવતા શ્રેણી પણ કબજે કરી હતી.

અગાઉ બેંગાલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને આખરી તેમજ નિર્ણાયક વન ડેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિન્ચે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી અને શમીએ સતત બીજી મેચમાં વોર્નરને સસ્તામાં પેવેલિયન ભેગો કરી દીધો હતો. આ પછી કેપ્ટન ફિન્ચ સાથે જોડાયેલા સ્મિથે બાજી સંભાળવાની કોશીશ કરી હતી. જોકે, ફિન્ચ 19 રને રનઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાએ 46 રનને બીજી વિકેટ ગૂમાવી હતી.

રાજકોટ વન ડેમાં 98 રને આઉટ થયેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે બેંગાલુરૂમાં શાનદાર બેટીંગ કરતાં ભારતીય બોલરો સામે પ્રતિકાર કર્યો હતો. સ્મિથ અને લાબુશૅનની જોડીએ ઓસ્ટ્રેલિયાની ઈનિંગને ફરી બેઠી કરવાનો પ્રયાસ આદર્યો હતો.  સ્ટીવ સ્મિથે કારકિર્દીની નવમી સદી ફટકારી હતી. તેણે 132 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 131 રન ફટકાર્યા હતા.

સ્મિથ અને લાબુશૅનની જોડીએ 126 બોલમાં 127 રની ભાગીદારી કરતાં ઓસ્ટ્રેલિયાને સ્પર્ધાત્મક સ્કોર તરફ આગળ ધપાવ્યું હતુ.  લાબુશૅને પણ કારકિર્દીની બીજી વન ડે ઈનિંગમાં પહેલી અડધી સદી ફટકારતાં 64 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 54 રન નોંધાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ સ્કોર બોર્ડ પર રનની ગતિ વધારવા માટે સ્ટાર્કને મીડલ ઓર્ડરમાં મોકલ્યો હતો, પણ તે જાડેજાની બોલિંગમાં માત્ર ત્રણ રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. સ્મિથ અને કારેયની જોડીએ પાંચમી વિકેટમાં 58 રનની ભાગીદારી નોંધાવતા સ્કોરને 231 સુધી પહોંચાડયો હતો.

સ્મિથે એક છેડે સંઘર્ષ કર્યો હતો, જોકે સામેથી તેને પુરતો સપોર્ટ મળ્યો નહતો. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયા પર દબાણ સર્જ્યું હતુ. શમીએ ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે જાડેજાએ બે અને કુલદીપ યાદવ તેમજ સૈનીએ 1-1 વિકેટ મેળવી હતી. બુમરાહે 10 ઓવરમાં 38 રનનો સૌથી કિફાયતી દેખાવ કર્યો હતો, પણ તેને વિકેટ મળી શકી નહતી. 

વન ડેમાં સર્વાધિક સદી : રોહિત 29મી સદી સાથે ચોથા ક્રમે

બેટ્સમેન (દેશ)વન ડેઈનિંગરનબેસ્ટસરેરાશ10050
તેંડુલકર (ભારત)46345218426200*44.834996
કોહલી (ભારત)2452361179218359.854357
પોન્ટિંગ (ઓસી.)3753651370416442.033082
રોહિત (ભારત)224217911526449.272943
જયસુર્યા (શ્રીલંકા)4454331343018932.362868

READ ALSO

Related posts

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan
Do NOT follow this link or you will be banned from the site!