GSTV
Business Trending

જલ્દી કરો/ આ બેંકમાં એકાઉન્ટ હોય તો 30 રૂપિયામાં મળશે 2 લાખનો ફાયદો, એક ક્લિકે જાણો તમામ ડિટેલ્સ

બેંક

જો તમારુ પણ ઇન્ડિયન બેંક (Indian Bank)માં એકાઉન્ટ હોય તો તમને દર મહિને 30 રૂપિયાથી પણ ઓછામા 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળશે. આ ફાયદો કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(PMJJBY) અંતર્ગત મળશે. આ સ્કીમ અંતર્ગત પોલીસી હોલ્ડરને વાર્ષિક માત્ર 330 રૂપિયા જમા કરાવવાના હોય છે. આ બેંક એકાઉન્ટથી દર વર્ષે સુધી ડિડક્ટ થઇ જશે. અને તમને 2 લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ કવર પણ મળશે.

આ ઉપરાંત જો તમે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana PMSBY)માં વાર્ષિક ફક્ત 12 રૂપિયા જમા કરો છો તો તમને 2 લાખ રૂપિયાનું એક્સિડેંટલ ઇન્શ્યોરન્સ પણ મળશે. તો ચાલો જાણીએ આ બંને યોજનાઓ વિશે બધુ જ…

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)

આ યોજના અંતર્ગત 55 વર્ષની ઉંમર સુધી લાઈફ કવર ઉપલબ્ધ છે. કોઈ પણ કારણસર વીમાધારકના મૃત્યુના કિસ્સામાં, નોમિનીને 2 લાખ રૂપિયાનું કવર મળે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા એટલે કે 30 રૂપિયા પ્રતિ માસથી ઓછું છે. આ યોજનાનો લાભ 18 થી 50 વર્ષની ઉંમર સુધી લઈ શકાય છે. આ માટે બેંક ખાતું હોવું જરૂરી છે. દર વર્ષે 31 મી મે પહેલા, પ્રીમિયમની રકમ તમારા એકાઉન્ટમાંથી ઓટો ડિડક્ટ થઇ જાય છે.

ઇન્શ્યોરન્સ

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)

આ યોજના હેઠળ, દર મહિને 1 રૂપિયા અથવા વર્ષમાં માત્ર 12 રૂપિયા જમા કરીને વ્યક્તિ 2 લાખ રૂપિયાનો એક્સિડેંટલ ઇન્શ્યોરન્સ મેળવી શકે છે. કેન્દ્ર સરકારે થોડા વર્ષો પહેલા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ખૂબ જ નજીવા પ્રિમિયમ પર શરૂ કરી હતી. PMSBY નું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. આ રકમ 31 મેના રોજ તમારા બેંક ખાતામાંથી આપમેળે કાપી લેવામાં આવે છે. 18 થી 70 વર્ષની વયના ભારતીયો આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

કેવી રીતે કરાવશો રજીસ્ટ્રેશન

સરકારની આ બંને યોજનાઓમાં રજીસ્ટ્રેશન કરવુ ખૂબ જ સરળ છે. PMJJBY અને PMSBY માં રજીસ્ટ્રેશન કરવા માટે, તમે કોઈપણ નજીકની બેંકની મુલાકાત લઈને અરજી કરી શકો છો. આ સિવાય તમે બેંક મિત્રની મદદ પણ લઇ શકો છો. જો તમે ઇચ્છો તો, તમે વીમા એજન્ટનો પણ સંપર્ક કરી શકો છો. સરકારી વીમા કંપનીઓ અને ઘણી ખાનગી વીમા કંપનીઓ બેન્કો સાથે મળીને આ યોજનાઓ ઓફર કરી રહી છે. આ યોજનાની વિગતો www.financialservices.gov.in પર જઈને લઈ શકાય છે.

Read Also

Related posts

આવી ગયો છે દુનિયાનો પહેલો એવો સ્માર્ટ ફોન, બોડીમાં ચીપકેલા રહશે ઈયરબડ્સ : પાણીમાં પણ નહીં થાય ખરાબ, જાણી લો તેના ધાંસૂ ફિચર્સ

Hardik Hingu

ફાયદાની વાત/ તમારી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત કરવા આજે જ ખોલાવી દો સ્પેશ્યલ એકાઉન્ટ, નિવૃત્તિ પછી દર મહિને મળશે 45 હજાર રૂપિયા

Binas Saiyed

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ

Hardik Hingu
GSTV