ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી વર્લ્ડકપ ફાઇનલ મેચે વ્યૂઅરશિપના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર એક સમયે રેકોર્ડ 5.9 કરોડથી વધુ લોકો ફાઇનલ મેચને લાઇવ જોઇ રહ્યાં હતા.
OTT પર અત્યાર સુધી કોઇ પણ ક્રિકેટ મેચને આટલા લોકોએ લાઇવ ક્યારેય જોઇ નહતી. જોકે, જેમ જેમ મેચ ઓસ્ટ્રેલિયાના પક્ષમાં જવા લાગી તેમ તેમ વ્યૂઅર્સની સંખ્યા ઘટતી રહી હતી. આ પહેલા આ રેકોર્ડ આ વર્લ્ડકપમાં 15 નવેમ્બરે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ મેચના નામે હતો, જેને 5.3 કરોડ લોકોએ OTT પર જોઇ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં 1.3 લાખ ફેન્સ હાજર રહ્યાં હતા.
વ્યૂઅરશિપ વધારવાની રીત
વર્લ્ડકપ મેચના બ્રૉડકાસ્ટ રાઇટ્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. આ સિવાય ફેન્સ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકે છે. OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટારે 9 જૂને જાહેરાત કરી હતી કે યૂઝર્સ એપ પર એશિયા કપ 2023 અને ICC મેન્સ ક્રિકેટ વન ડે વર્લ્ડકપ 2023ની તમામ મેચ ફ્રી જોઇ શકશે.
હૉટસ્ટાર પોતાની વ્યૂઅરશિપ વધારવા માટે મુકેશ અંબાણીની જિયો સિનેમાની રીત અપનાવી રહ્યું છે. જિયો સિનેમાએ IPL 2023ની તમામ મેચ ફ્રીમાં બતાવી હતી, જેનાથી કંપનીને રેકોર્ડ વ્યૂઅરશિપ મળી હતી. ડિઝની+ હૉટસ્ટાર જિયો સિનેમાની ભારતમાં ગ્રોથને ચેલેન્જ કરવા માંગે છે.
ઓસ્ટ્રેલિયા બન્યું વર્લ્ડ ચેમ્પિયન
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા આ પહેલા 1987,1999,2003,2007,2015 અને 2023માં ચેમ્પિયન બન્યું છે.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DCLVsJD2PZ5ErOcMqtduna
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
Read Also
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ