GSTV

ભારત -ઓસ્ટ્રેલિયા: મેચ દરમ્યાન આ વિસ્ફોટક બેટ્સમેન થયો ઘાયલ, મેનજમેન્ટ ચિંતામાં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નિર્ણાયક મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચ બન્ને ટીમ માટે ખૂબજ મહત્વની છે. ઓસ્ટ્રેલિયા ટીમ ઇન્ડિયાને સખત ટક્કર આપી રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરી છે. ત્યારે ટીમ ઈન્ડિયા બોલિંગ અને ફિલ્ડીંગ દ્રારા ઉમદા પ્રદર્શન આપવા મેદાનમાં ઉતરી છે.

ભારતીય ટીમનાં ઓપનર બેટ્સમેન શિખર ધવનને બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન ખભામાં ઈજા પહેંચવાને કારણે મેદાન છોડીને બહાર જવું પડ્યં છે. ઓસ્ટ્રેલિયાની ઈનિંગની પાંચમી ઓવરમાં ધવન કવર એરિયામાં ફિલ્ડીંગ કરી રહ્યા હતા. અને એરોન ફિંચનાં શોટ રોકવા માટે તેમણે છલાંગ લગાવી જેના કારણે ડાબાં ખભામાં ઈજા પહોંચી હતી.

34 વર્ષીય ભારતીય વિસ્ફોટક બેટ્સમેન બીજી વનડે મેચમાં બેટીંગ દરમ્યાન ઓસ્ટ્રેલિયાનાં ઝડપી બોલર પેંટ કમિસનો બાઉંસર પાંસળીઓ પર લાગ્યા પછી ફિલ્ડીંગ દરમ્યાન મેદાન માંથી બહાર થયા હતા. ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર થયો નથી. રોહિત શર્મા અને શિખર ધવનને આ મેચમાં શામિલ કરવામાં આવ્યા હતા જેઓ બીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયા હતા.

ટીમો

ભારત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની.

ઑસ્ટ્રેલિયા: ડેવિડ વૉર્નર, એરોન ફિંચ (કેપ્ટન), માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, એશ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર), એશ્ટન એગર, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, કેન રિચાર્ડસન અને એડમ જામ્પા.

READ ALSO

Related posts

પત્રકારે સ્વાસ્થ્ય મંત્રીને પૂછ્યું ક્યારે ક્યારે સુધરશે હાલત, ડૉ. હર્ષવર્ધને આપ્યો રસપ્રદ જવાબ

Nilesh Jethva

દેશમાં લોકડાઉન પણ સરહદ પર ભારતીય સેના સક્રિય, 24 કલાકમાં 9 આતંકીઓને કર્યા ઠાર

Ankita Trada

સોનિયા-મમતા સહિત પૂર્વ પીએમ અને રાષ્ટ્રપતિને ફોન કરીને PM મોદીએ પૂછી આ એક વાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!