ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મુક્ત વેપાર સમજૂતી ૨૯ ડિસેમ્બરે લાગુ થશે. ઓસ્ટ્રેલિયાના વેપાર અને પ્રવાસ પ્રધાન ડોન ફેરલે એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ એક એવું પગલું છે જેનાથી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બેગણું વધીને ૪૫ થી ૫૦ અબજ ડોલર થઇ જશે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયન સરકાર એ વાતનું સ્વાગત કરે છે કે ભારત સરકારે ઓસ્ટ્રેલિયા ભારત આર્થિક સહકાર અને વેપાર સમજૂતી (ઇસીટીએ)ના અમલીકરણ માટે પોતાની ઘરેલુ જરૃરિયાતોને પૂર્ણ કરી લીધી છે.
તેમણે જણાવ્યું હતું કે આ વેપાર સમજૂતી ૨૯ ડિસેમ્બર, ૨૦૨૨થી ઓસ્ટ્રેલિયાની કંપનીઓ અને ગ્રાહકોને નવા બજારની તકો ઉપલબ્ધ કરાવશે.આ સમજૂતી પર ચાલુ વર્ષે બીજી એપ્રિલે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.
સમજૂતી હેઠળ ઓસ્ટ્રેલિયન બજારમાં કપડા, ચામડું, ફર્નિચર, આભૂષણ અને મશીનરી સહિત ૬૦૦૦થી વધુ વ્યાપક ક્ષેત્રોના ભારતીય નિકાસકારો ડયુટી મુક્ત વેપાર કરી શકશે.
આ ઉપરાંત સમજૂતીથી શ્રમ કેન્દ્રિત ક્ષેત્રો જેવા કે કાપડ, ગારમેન્ટ, કેટલાક કૃષિ અને માછલી ઉત્પાદનો, ચામડું, શૂઝ, ફર્નિચર, રમતગમતના સાધનો, ઘરેણા, મશીનરી અને વીજળીના ઉપકરણોને લાભ થશે.
READ ALSO
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો