અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન સિનેમાથી લઈને રાજકારણ સુધીની હસ્તીઓ હાજર રહી હતી. ભારતીય ટીમને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતે સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન પણ પત્ની ગૌરી અને ત્રણ બાળકો સાથે મેચ જોવા આવ્યો હતો. મેચ દરમિયાન શાહરૂખ ખાને કંઈક એવું કર્યું બધા જ લોકો તેના વખાણ કરી રહ્યા છે. શાહરૂખનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
The only heartwarming scene I have seen in the #INDvsAUSfinal pic.twitter.com/NE7ezL3aEp
— Harsh Goenka (@hvgoenka) November 19, 2023
શું છે વાયરલ વીડિયોમાં?
વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન શાહરૂખ ખાન જે હરોળમાં બેઠો હતો, તેની એક તરફ BCCI સેક્રેટરી જય શાહ અને બીજી બાજુ પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે બેઠા હતા. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચા પૂરી કર્યા પછી આશા ભોંસલે કપ રાખવા માટે અહીં-તહી જોવા લાગે છે. આ પછી તેની બાજુમાં બેઠેલા શાહરૂખ ખાન તેમની તરફ વળ્યા અને તેમના હાથમાંથી કપ લઈ લીધો.
શાહરૂખ, આશા ભોંસલે પાસેથી કપ-પ્લેટ લીધા પછી, તેની સીટ પરથી ઊભો થયો અને તેને મૂકવા માટે આગળ વધે છે અને સ્ટાફને સોંપી દે છે. શાહરૂખ ખાનનું આ વર્તન દરેકનું દિલ જીતી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને ઘણા લોકો શાહરૂખ ખાનના વખાણ કરી રહ્યા છે.
RPG ગ્રુપના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શાહરૂખ ખાનનો વીડિયો શેર કરતા લખ્યું, ‘ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન મેં જોયેલું એક માત્ર હૃદયસ્પર્શી દૃશ્ય હતું…’ એક યુઝરે લખ્યું, ‘આને કહેવાય ક્લાસ… કોઈએ શાહરૂખ ખાન પાસેથી શીખવું જોઈએ કે પોતાના વડીલોનું સન્માન કરવું…’ વિશિષ્ટ નામના સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘કોઈ આટલું મોટું હોવા છતાં આટલું નમ્ર કેવી રીતે હોઈ શકે? તેનું એક ઉદાહરણ છે શાહરૂખ ખાન.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DtAxD9ZLyW2B191gUSW6jg
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની