GSTV
Cricket Sports ટોપ સ્ટોરી

Ind vs Aus 2nd ODI: ભારત- ઓસ્ટ્રેલિયા મેચ પર સંકટના વાદળ, શું વરસાદ મેચની મજા બગાડશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે દરમ્યાન વરસાદ વરસવાની હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે. જો વરસાદ વરસશે તો મેચની મજા પણ બગડે તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. પરંતુ સમય જતા જતા આ પરિસ્થિતિમાં બદલાવ થી શકે છે. બીજી વનડે જીતીને ટીમ ઈન્ડિયાએ વનડે સીરીઝમાં પણ ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાવવી પડશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે આજે વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારતીય ટીમે પ્રથમ મુકાબલામાં પાંચ વિકેટથી ધમાકેદાર જીત મેળવી હતી, પરંતુ હવે ટીમ ઈન્ડિયા પાસે આ મુકાબલો જીતીને સીરીઝ પર કબ્જો કરવાની સુવર્ણ તક છે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર બપોરના 1.30 કલાકે રમાશે.

મુકાબલો ભારતીય સમય અનુસાર બપોરના 1.30 કલાકે

બીજી વનડે મેચ દરમ્યાન વિશાખાપટ્ટનમના હવામાન પર પણ ફેન્સની નજર રહેશે,. મુકાબલા દરમ્યાન વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ મુકાબલાની શરૂતમાં તડકો નીકડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સમય જતા જતા આ હવમાનની પરિસ્થિતિઓમાં બદલાવ થઈ શકે છે. બપોરના 3થી સાંજના પાંચ વાગ્યા સુધી વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાપમાન

  • મહત્તમ તાપમાન: 26 ° સે
  • લઘુત્તમ તાપમાન: 23 ડિગ્રી સેલ્સિયસ
  • વરસાદની સંભાવના: 80%
  • વાદળછાયું: 76%
  • પવનની ઝડપ: 32 કિમી/કલાક

હવાની ગુણવત્તા સારી રહેશે

વિશાખાપટ્ટનમમાં હવાવાન વિભાગન અનુસાર હવાની ગુણવત્તા સારી રહેશે. મેચ દરમ્યાન ભેજ 81 ટકા અને ઝાકળ બિંદુ (Dew Point) 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. ઉપરાંત, મેચ દરમિયાન 76 ટકા વાદળ આવરણની અપેક્ષા છે. આજે સવારે પણ વિશાખાપટ્ટનમમાં ભારે વરસાદ થયો છે. અહેવાલ મુજબ વિશાખાપટ્ટનમ વરસાદ બંધ થઈ ગયો છે અને આકાશ પણ સાફ થઈ રહ્યું છે. આશા છે કે રમત સમયસર શરૂ થશે.

પ્લેઈંગ 11 પર તમામની નજર રહેશે

બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 પર તમામની નજર રહેશે, ભારતીય ટીમની પ્લેઈંગ-11માં ેક બદલાવ થવાનું નક્કી છે. કારણકે કેપ્ટન રોહિત શર્માં બીજી વનડે મેચ માટે ટીમ સાથે જોડાઈ ચૂક્યા ચે. રોહિત પારીવારીક કારણને કારણે પ્રથમ મેચમાં ગેરહાજર રહ્યા હતા, અને રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી. રોહિત પ્લેઈંગ 11માં ઈશાન કિશન અથવા સુર્યકુમાર યાદવની જગ્યા લઈ શકે છે.

READ ALSO

Related posts

સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ

Kaushal Pancholi

ગૃહમંત્રીના શહેરમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી

pratikshah

મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે, ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયા બાદ કરશે સ્થળોનું નિરીક્ષણ

Kaushal Pancholi
GSTV