GSTV
Home » News » INDVAUS: હૈદરાબાદ વન ડે પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઘાયલ થયો આ ધાકડ ખેલાડી

INDVAUS: હૈદરાબાદ વન ડે પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઘાયલ થયો આ ધાકડ ખેલાડી

શનિવારે હૈદરાબાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સીરીઝની પહેલી મેચ રમાશે. તે પહેલાં જ ટીમ ઇન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે.  મહેન્દ્ર સિંહ ધોનીને હૈદરાબાદમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇજા થઇ ગઇ છે. 37 વર્ષીય ધોની ટીમના સહયોગી સ્ટાફ સભ્ય રાઘવેન્દ્રથી થ્રોડાઉન લઇ રહ્યાં હતાં ત્યારે તેના જમણા હાથમાં ઇજા થઇ હતી.

પૂર્વ ભારતીય કેપ્ટને નેટમાં ઘણાં લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી હતી. ટીમના તમામ ખેલાડી સત્તાવાર સત્ર બાદ થ્રોડાઉન લઇ રહ્યાં હતા. રાઘવેન્દ્ર્નો આવો જ એક બોલ ધોનીના હાથ પર વાગ્યો. આ અનુભવી ખેલાડીને પીડા થઇ તે બાદ તેણે બેટિંગ ન કરી.

આ ગંભીર ઇજા છે કે નહી અથવા પ્રથમ વન ડેમાં ધોનીના રમવા અંગે પ્રશ્નાર્થ છે તે અંગે પુષ્ટિ થઇ શકી નથી. અંતિમ નિર્ણય સાંજ સુધી લેવાશે તેવી આશા છે. જો ધોની નહી રમી શકે તો ઋષભ પંતે વિકેટકીપીંગની જવાબદારી સંભાળવી પડશે. જો ધોની યોગ્ય સમયે સ્વસ્થ નહી થાય તો ભારત પાસે બીજો કોઇ વિકલ્પ નહી હોય.

જો ટીમ મેનેજમેન્ટ તમામ બેટ્સમેનના વિકલ્પોને પરખવા માંગે તો લોકેશ રાહુલ અને અંબાતી રાયડુ બંને પ્લેઇંગ ઇલેવનમાં રમી શકે છે.

Read Also

Related posts

બનાસકાંઠા: મોતની સવારીનો સિલસીલો યથાવત,પોલીસની મીઠીનજર હેઠળ ચાલતું કારસ્તાન

Riyaz Parmar

સાસણગીરમાં આવતીકાલથી ચાર માસ સુધી નહી થઈ શકે સિંહના દર્શન, આ છે તેનું કારણ

Nilesh Jethva

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ઉપર ગાળીયો કસાયો, કોર્ટે આ મામલે લગાવી રોક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!