GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ચેસ વર્લ્ડ કપ : ૧૫ વર્ષના સરિને પેરૂના જોર્ગે કોરીને હરાવતા અપસેટ

રશિયામાં શરૃ થયેલા ચેસ વર્લ્ડ કપમાં ભારતના ૧૪ વર્ષીય ગ્રાન્ડ માસ્ટર નિહાલ સરિને પેરૃના ૨૪ વર્ષીય ગ્રાન્ડ માસ્ટર જોર્ગે કોરી સામે વિજય મેળવીને અપસેટ સર્જ્યો હતો. નિહાલની સાથે સાથે ભારતના પી. હરિકૃષ્ણા, બી. અધિબાને પોતપોતાના મુકાબલા જીત્યા હતા. જ્યારે વિદિત ગુજરાતી, એમ. કાર્તિકેયન, અભિજીત ગુપ્તા અરવિંધ ચિથમ્બરમે પોતપોતાની બાજી ડ્રો કરી હતી. ચેસ વર્લ્ડ કપના નિયમ અનુસાર પ્રથમ રાઉન્ડમાં ખેલાડીઓ એક જ હરિફ સામે બે મુકાબલા ખેલશે અને તેમાં વિજેતા બનનાર બીજા રાઉન્ડમાં પ્રવેશશે. ચેસ વર્લ્ડ કપમાં ૧૨૮ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. 

સરિને માત્ર ૫૭ ચાલના અંતે કોરીને હરાવ્યો હતો. પી. હરિકૃષ્ણાએ ક્યુબાના યુરી ગોન્ઝાલેઝ વિડાલને અને બી.  અધિબાને વેનેઝુએલાના એડયુર્ડો બોનેલીને મહાત કર્યો હતો. ભારતના એમ. કાર્તિકેયને રશિયાના ઈનારકિવ સામેની, અરવિંધ ચિથમ્બરમે ઈંગ્લેન્ડના માઈકલ એડમ્સ સામેની અને વિદિત ગુજરાતીએ આર્જેન્ટીનાના એલન પિચોટ સામેની તેમજ અભિજીત ગુપ્તાએ યુક્રેનના કોરોબોવ સામેની બાજી ડ્રો કરી હતી. ભારતના સૂર્યશેખર ગાંગુલી, એસ.એલ. નારાયણા અને એસ. પી. સેતુરમણને હારનો સામનો કરવો પડયો હતો. 

READ ALSO

Related posts

ગેંગસ્ટર વિકાસ દુબે: કાનપુર હત્યાકાંડથી સરેન્ડર-ધરપકડ અને એન્કાઉન્ટર સુધીનો જાણો ઘટનાક્રમ

pratik shah

શું ગેંગસ્ટર Vikas Dubey એન્કાઉન્ટરથી બચવા માંગતો હતો એટલે કર્યું હતું સરેન્ડર

pratik shah

ગેંગસ્ટર Vikas Dubey એન્કાઉન્ટર પર આ નેતાઓએ ઉઠાવ્યા સવાલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!