GSTV
Home » News » આગામી 8 મહિનામાં યોજાશે આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, લોકસભાની અસર રહેશે

આગામી 8 મહિનામાં યોજાશે આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, લોકસભાની અસર રહેશે

હાલ જ લોકસભા ચૂંટણીના મોદી સુનામીના કારણે ભાજપ ભવ્ય વિજય થયો છે. ફરી એક વખત ભાજપને લોકોએ સ્પષ્ટ બહુમતી આપણી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા છે. હવે જાવાનું રહ્યું આગામી ૮ માસમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં ૮૫ લોકસભા બેઠકો આવે છે.

જેમાંથી આ વખત એનડીએ ૭૩ અને યુપીએ ૧૦ બેઠકો જીતી છે. ગત વખતે આ બેઠકોમાંથી એનડીએના ફાળે ૭૦ અને યુપીએ ૭ બેઠકો જીતી હતી. ૨૦૧૪માં લોકસભા ચૂંટણી બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો હતો અને આ  પાંચ રાજ્યોમાંથી ચારમાં એનડીએની સરકાર છે. નવી સરકાર બન્યા બાદ રામ મંદિર નિર્માણ, કલમ ૩૦૭ ખતમ કરવી અને પાંચ લાખ સુધીની આવક ટેક્સી ફ્રી થવાની આશાઓ છે. ખાસ કરીને આ ત્રણ રાજ્યો પર સૌ કોઈની નજર રહેશે.

મહારાષ્ટ્ર : ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ ભાજપ અને શિવસેના વચ્ચે તણાવની પરિસ્થિતી હતી. ત્યારબાદ ભાજપ અને શિવસેનાએ અલગ અલગ જ ચૂંટણી લડી હતી. પરિણામોમાં ભાજપને ૧૨૨ અને શિવસેનાને ૬૩ બેઠકો મળી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે થોડા સમય સુધી તણાવ બાદ અંતે બન્ને પક્ષોએ ગઠબંધન કરી નવી સરકાર બનાવી હતી.

Arvind Kejriwal

દિલ્હી : ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીએ દિલ્હીમાં મુકાબલો ત્રિકોણીય બનાવી દીધો હતો. ૨૦૧૩માં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના સમર્થનમાં સરકાર બનાવી હતી. પરંતુ બે મહીના બાદ જ ફેબ્રુઆરી ૨૦૧૪માં તેમને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ૨૦૧૫માં ફરી ત્યા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કેજરીવાલની લહેરમાં ભાજપ ૭૦માંથી ફક્ત ૩ બેઠકો જીતી શકી હતી.ને ૬૭ બેઠકો મળી અને કોંગ્રેસના ભાગે એક પણ બેઠક આવી ન હતી.

જમ્મુ કાશ્મીર : રાજ્યમાં ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં એક પણ પક્ષને બહુમતી મળી ન હતી. માર્ચ ૨૦૧૫માં ભાજપે પીડીપી સાથે મળીને સરકાર બનાવી અને મુફ્‌તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૬માં તેમના નિધન બાદ ૮૮ દિવસ મુખ્યમંત્રી પદ ખાલી રહ્યું હતું.

Amit Shah

ત્યારબાદ ભાજપે મહેબૂબા મુફ્‌તીને સમર્થન આપ્યું અને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જૂન ૨૦૧૮માં ભાજપે પીડીપી પાસેથી સમર્થન  પરત લઈ લીધું અને મહેબૂબા મુફ્‌તીએ રાજીનામું આપવું પડ્‌યું હતું. ત્રણ મુખ્ય મુદ્દાઓ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની મધ્યસ્થતાની કમિટિ પોતાનો રિપોર્ટ ઓગસ્ટમાં સોંપવાની છે. ત્યારબાદ કોર્ટનો નિર્ણય જો રામમંદિર નિર્માણના વિરોધમાં આવશે તો  સરકાર અધિનિયમ લાવશે. ચૂંટણી દરમિયાન ભાજપ નેતા એવું કહેતા આવ્યા છે કે જો પક્ષમાં નિર્ણય આવશે તો મંદિર નિર્માણનું કામ ઝડપી જ કરવામાં આવશે.

પ્રચાર દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, સરકાર બનતાની સાથે જ કલમ ૩૭૦ હટાવી દેવાશે. જેના માટે શિવસેના પણ સતત દબાણ કરી રહી છે. આ સાથે જ સરકારને કાશ્મીરમાં પાકિસ્તાની નાગરિકોને વસવાટ કરવાનો અધિકાર આપવાવાળી વ્યવસ્થા વિરોધી દાખલ કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. પાંચ લાખ સુધીની આવક પર આવકવેરાની છૂટનો મુદ્દો સંસદમાં આવશે. ચૂંટણી પહેલા અંતરિમ બજેટમાં સરકારે જાહેરાત કરી હતી આ છૂટ ૧ એપ્રિલથી લાગુ થશે.

READ ALSO

Related posts

વર્લ્ડ કપની હાર બાદ શાસ્ત્રીનું સ્થાન જોખમમાં BCCIએ નવા કોચની તલાશ શરૂ કરી

Mayur

વિન્ડિઝ પ્રવાસ માટે 19મીએ ટીમની પસંદગી: ધોનીની નિવૃત્તિની અટકળો

Mayur

જે રીતે વિજેતાનો નિર્ણય લેવાયો તે અત્યંત શરમજનક: વિલિયમસન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!