GSTV

સેનાની તાકાત: ભારતીય સૈન્ય થશે વધુ મજબૂત, ડીફેન્સ મંત્રાલયે ઘાતક અર્જુન ટેન્ક ખરીદવાનો આપ્યો ઓર્ડર

Last Updated on September 24, 2021 by pratik shah

સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન આર્મી માટે 118 મેઇન બેટલ ટેન્ક  અર્જુન  ખરીદવા માટે રૂ. 7 હજાર 523 કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. સંરક્ષણ મંત્રાલયે અર્જુન એમકે-1એ ટેન્ક ખરીદવાનો ઓર્ડર હેવી વેહિકલ્સ ફેક્ટરી, અવાડી, ચેન્નાઇને આપ્યો છે. એમબીટી એમકે-1એ અર્જુન ટેન્કનું નવું મોડેલ છે. જેમાં 72 નવી વિશેષતાઓ અને એમકે-1 મોડેલ કરતા વધારે સ્વદેશી ઉપકરણો છે.

118 મેઇન બેટલ ટેન્ક  અર્જુન

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન આર્મી માટે118 મેઇન બેટલ ટેન્ક  અર્જુન  ખરીદવા માટે ચેન્નાઈની હેવી વેહિકલ્સ ફેક્ટરીને ઓર્ડર આપ્યો છે.  આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 7 હજાર 523 કરોડ રૂપિયાના આ ઓર્ડરથી સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલને વેગ મળશે અને આ આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું ગણાશે.

મંત્રાલયે જણાવ્યું છે કે આ ટેન્ક દિવસ અને રાતના સમયે લક્ષ્યાંકને વિંધ્વાની સાથે તમામ પ્રકારના વિસ્તારોમાં સહજ ગતિશિલતા સુનિશ્ચિત કરશે.

READ ALSO

Related posts

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

શું ભારતની રસી ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવશે? WHO આગામી 24 કલાકમાં લેશે મહત્વનો નિર્ણય

Vishvesh Dave

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!