GSTV
Home » News » ભારત અમેરીકા વચ્ચે ટ્રેડવોર ચાલુ, 29 વસ્તુઓ પર ભાવ વધ્યાં

ભારત અમેરીકા વચ્ચે ટ્રેડવોર ચાલુ, 29 વસ્તુઓ પર ભાવ વધ્યાં

અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ વોર શરૂ થતાં બંને દેશોના સંબંધોમાં તેની ગંભીર અસરો પડશે. ત્યારે, ભારતે પણ અમેરિકાથી આયાત થતી 29 વસ્તુઓ પર રવિવારથી બદામ, અખરોટ, દાળો જેવી વસ્તુઓ પર આયાત ડ્યૂટી લાદશે. જેનાથી ભારતના સ્થાનિક બજારમાં પણ આ વસ્તુઓના ભાવ વધશે.

આ પહેલાં ભારત અમેરિકાની વસ્તુઓ પર ટેરિફ લાદવાનો નિર્ણય 7 વખત ટાળી ચૂક્યું છે. ભારતે આમ તો ગત વર્ષે જૂનમાં અમેરિકી વસ્તુઓ પર ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાએ ભારતને 44 વર્ષ પહેલાં આપેલો વેપારમાં પ્રાથમિક્તાનો દરજ્જો જૂનના પ્રારંભે પાછો ખેંચી લીધો.

ટ્રમ્પ સરકારે કહ્યું કે, 5 જૂનથી ભારતની આશરે 2000 પ્રોડક્ટ્સને આયાત ડ્યૂટીમાં અપાયેલી છૂટ રદ કરવામાં આવી છે. તેના લીધે અમેરિકામાં ભારતની વસ્તુઓ મોંઘી થઇ ગઇ. અમેરિકાએ ગત વર્ષે આ ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલી પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી વધારી હતી.

તેના જવાબમાં ભારતે પણ અમેરિકાના સામાન પર ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો હતો. ભારતે અમેરિકાથી 2017-18માં 1865 અબજ રૂપિયાનો સામાન આયાત કર્યો હતો. જ્યારે ભારતે અમેરિકા ખાતે 3346 અબજ રૂપિયાના સામાનની નિકાસ કરી હતી. કઈ વસ્તુ પર કેટલો દર લાગશે વસ્તુ

વસ્તુ હાલનો દર પ્રસ્તાવિત દર
ચણા 30 ટકા 70 ટકા  
સફરજન 50 ટકા 75 ટકા  
અખરોટ 30 ટકા 120 ટકા  
મસૂર દાળ 30 ટકા 70 ટકા 

Related posts

બૉલીવુડનાં 7 એક્ટર્સ જેમની ફિલ્મોએ લોકોમાં જગાવ્યો દેશભક્તિનો ભાવ

Mansi Patel

બ્રાઝિલમાં પુર અને ભૂસ્ખલનથી 30નાં મોત, 3500થી વધુ લોકોનું સ્થળાંતર

Mansi Patel

21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !

Mayur
Do NOT follow this link or you will be banned from the site!