GSTV
Home » News » ભારતે ચીન માટે જાહેર કરી ગાઈડ લાઈન, પ્રવાસ ટાળવાની આપી સલાહ

ભારતે ચીન માટે જાહેર કરી ગાઈડ લાઈન, પ્રવાસ ટાળવાની આપી સલાહ

ચીનમાં ખતરનાક સ્તરે ફેલાઇ ચુકેલા કોરોના વાયરસના કારણે હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે ચીનના જુદા જુદા શહેરોમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરી રહ્યા છે. એકલા વુહાનમાં જ 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.. ચીની સરકારે વુહાન સહિત કેટલાક શહેરોમાં અવર-જવર પર પ્રતિબંધ મુકી દીધો છે.

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો જીવલેણ કોરોના વાયરસ વિશ્વના 10 દેશોમાં ફેલાઇ ચુક્યો છે. વુહાન મધ્ય ચીનની ગાઢ આબાદી ધરાવતું શહેર છે.. વુહાન શહેરમાં અનેક ભારતીયો વસવાટ કરી રહ્યા છે. ઉપરાંત અહીંયા 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે.. મોટા ભાગના વિદ્યાર્થીઓ મોડિકલનો અભ્યાસ કરવા માટે અહીંયા આવ્યા છે. વુહાન શહેર બંધ કરી દેવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે તમામ ભારતીયોની મદદ માટે હેલ્પલાઇન નંબર બહાર પાડ્યા છે.. આ ઉપરાંત ભારત સરકારે ચીનનો પ્રવાસ કરનારા લોકો માટે કેટલાક નિર્દેશો પણ ઇસ્યુ કર્યા છે. જેમાં જણાવાયું છે કે,

  • ચીન ગયેલા ભારતીય પ્રવાસીઓ સંભવ હોય તો માસ્ક પહેરીને રાખે
  • જો બહુ જરૂરી ન હોય તો ચીનનો પ્રવાસ ટાળો
  • ભારતીયો સાર્વજનીક સ્થળે માસ્કનો ઉપયોગ કરે
  • કંઇ પણ ખાતા-પીતા પહેલા અથવા કોઇની સાથે હાથ મિલાવતા પહેલા હાથ જરૂરથી સાફ કરો
  • જ્યારે પણ છીંક કે ઉધરસ આવે તો પોતાનું મો ઢાંકી દો
  • બિમારીના થોડા પણ લક્ષણ જણાય તો તુરંત મેડીકલ તપાસ કરાવો
  • જે લોકોમાં બિમારીના લક્ષણ જોવા મળે તેમનાથી અંતર જાળવો
  • જાનવરોના સંપર્કથી પણ દૂર રહો
  • પશુ માર્કેટ, ફાર્મમાંથી જવાનું ટાળો
  • જો પ્રવાસી પોતાને બિમાર અનુભવે તો એરલાઇન્સના ક્રૂનો સંપર્ક કરી શકે છે

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે કોરોના વાયરસના ફેલાવવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ વાયરસ મનુષ્યથી મનુષ્યની વચ્ચે ફેલાઇ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેના વૈશ્વિક પ્રસારના જોખમને ઓછું ગણાવ્યું છે. તો બીજી તરફ કોરોના વાયરસના કારણે બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણી રદ્દ કરી છે.

READ ALSO

Related posts

બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના : વીઝા કરી દીધા રદ, મોદી સરકાર સામે ઉઠાવતા હતા અવાજ

Karan

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ખુદ મોદીના આર્થિક સલાહકાર કહી રહ્યા છે કે બજેટ ખૂબ જ નિરાશાજનક રહ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!