GSTV
Home » News » ભારત અને વેસ્ટ ઇન્ડિઝ : 3 ઓગસ્ટથી શ્રેણીનો પ્રારંભ થશે

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ : 3 ઓગસ્ટથી શ્રેણીનો પ્રારંભ થશે

ન્યુઝીલેન્ડ સામેના પરાજય સાથે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગઇ છે. ભારતીય ક્રિકેટરો હવે ભગ્ન હૃદયે પણ તેમની યોજના મુજબ પરત ફરશે. કેટલાક ખેલાડીઓ તેમના ઘેર સીધા જશે તો કેટલાક હજુ ઈંગ્લેન્ડમાં રોકાનાર છે. વિદેશ પ્રવાસે ૧૫ દિવસ વેકેશન ગાળવાનું પણ કેટલાક ક્રિકેટરો નક્કી કરી રહ્યા છે. ધોની તેના વતન રાંચીના ઘેર પરત થવાનો છે. ૨૦ મેથી ભારતના ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં સાથે છે તે અગાઉ આઈપીએલમાં દોઢ મહિનાથી વધુ વ્યસ્ત હતા.

હવે ૧૫ દિવસના બ્રેક પછી ફરી ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇંડિઝના પ્રવાસે જવા તૈયાર થઇ જશે. ભારત ૩થી ૮ ઓગસ્ટ વચ્ચે વેસ્ટ ઇંડિઝ સામે ત્રણ ટી-૨૦ રમશે. જેમાંથી બે ફ્લોરિડામાં યોજાશે. તે પછી વેસ્ટ ઇંડિઝમાં ૮થી ૧૪ ઓગસ્ટ દરમ્યાન વન ડે શ્રેણી રમાશે. ૨૨ ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ અને ૩ સપ્ટેમ્બરથી બીજી ટેસ્ટ મેચ પણ ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે રમાશે. આમ ૧૫ દિવસના બ્રેક પછી ફરી ભારતીય ટીમ એકત્રિત થશે અને ફ્લોરિડામાં વિન્ડિઝમાં ક્રિકેટ રમશે. ભારત સામેની ટેસ્ટ શ્રેણી બાદ ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થવાનો છે.

ભારતનો વેસ્ટ ઈન્ડિઝનો કાર્યક્રમ

ઓગસ્ટમેચસ્થળ
પ્રથમ ટી-૨૦ફ્લોરિડા
બીજી ટી-૨૦ફ્લોરિડા
ત્રીજી ટી-૨૦ગુયાના
પ્રથમ વન ડેગુયાના
૧૧બીજી વન ડેટ્રીનીદાદ
૧૪ત્રીજી વન ડેટ્રીનીદાદ
૨૨-૨૬પ્રથમ ટેસ્ટએન્ટિગા
૩૦-૩ સપ્ટે.બીજી ટેસ્ટજમૈકા

READ ALSO

Related posts

બનાસકાંઠામાં તંત્ર પાપે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાટ સારવાર લેવા મજબૂર

Nilesh Jethva

કાંકરિયા દૂર્ઘટના મામલે રાજનીતિ ગરમાઈ, કોંગ્રેસે મેયર હાય હાયના નારા લગાવી સુત્રોચ્ચાર કર્યા

Nilesh Jethva

અફઘાનિસ્તાનના આ રેડિયો સ્ટેશનમાં મહિલાઓ કરતી હતી કામ, કંઈક એવું થયુ કે રોકવું પડ્યુ પ્રસારણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!