અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના ભારત પ્રવાસ પહેલાં જ અમેરિકાએ ચીનને પછાડી ભારતના સૌથી મોટા વ્યાપારિક ભાગીદાર બનવાની સિદ્ધિ મેળવી લીધી છે. આ બાબત અમેરિકા અને ભારત વચ્ચે વધતા વ્યાપારિક સંબંધોનું મહત્વ દર્શાવે છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2018-19માં ભારત અને અમેરિકા વચ્ચે 87.95 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો. આ જ સમયમાં ભારત અને ચીનનો દ્વિપક્ષીય વેપાર 87.07 અબજ ડોલર થયો હતો.
ભારતનો અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર 68 અબજ ડોલર રહ્યો
આ જ રીતે નાણાકીય વર્ષ 2019-20માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતનો અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર 68 અબજ ડોલર રહ્યો જ્યારે આ સમયમાં ભારત અને ચીનનો દ્વિપક્ષીય વેપાર 64.96 અબજ ડોલર થયો હતો. આ બાબતમાં વ્યાપાર નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે, કારણ કે ભારત અને અમેરિકા આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કરી રહ્યા છે. આ શ્રેણીમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ભારતના બે દિવસના પ્રવાસને ઘણો મહત્વનો માનવામાં આવે છે.
ભારત અને અમેરિકાનો વ્યાપારી સંબંધો નવી ઉંચાઈ પર પહોંચશે
અન્ય એક નિષ્ણાત મુજબ બંને દેશ મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) કરી લેશે તો દ્વિપક્ષીય વેપાર એક અલગ જ સ્તર પર પહોંચી જશે. ભારતીય નિકાસ સંગઠનના મહાનિદેશક અજય સહાયે કહ્યું કે અમેરિકા સાથે એફટીએ ભારત માટે ખૂબ જ લાભદાયક હશે, કારણ કે અમેરિકા ભારતીય માલ અને સેવાઓનું સૌથી મોટું બજાર છે.
READ ALSO
- બાઈક ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન! તો અહીં મળશે કોઈ ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં લોન
- બજેટ 2021: આવકવેરા કલમ 80C હેઠળ કરની મર્યાદા 2.5 લાખ થાય, 2014થી નથી થયો બદલાવ
- PM Kisan: હવે ઘરે બેઠા આ રીતે જોઈ શકશો કોને મળ્યો 2 હજારનો હપ્તો? અહીંયા જુઓ ખેડૂતોની યાદી
- Google Maps દ્વારા સીધુ તમારા ફ્રેન્ડને મોકલો લાઇવ લોકેશન, અહીં જાણો ટ્રિક
- ખુલાસો/ લોકડાઉનમાં અરબપતિઓની સંપત્તિ અધધધ વધી, ગરીબોને પડ્યા ખાવાના પણ ફાંફા, જાણો શું કહે છે આંકડા