GSTV
Home » News » વર્લ્ડકપના ઈતિહાસમાં 6 વાર રમાઈ છે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ, જાણો કોણ ક્યારે મારી બાજી

વર્લ્ડકપના ઈતિહાસમાં 6 વાર રમાઈ છે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ, જાણો કોણ ક્યારે મારી બાજી

રવિવારે માનચેસ્ટરમાં  ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વિશ્વકપમાં મેચ રમાવાની છે. વર્લ્ડ કપ ઈતિહાસમાં બંને ટીમો સાતમી વાર સામ સામે ટકરાવાની છે. આની પહેલાં વિશ્વકપનાં ઈતિહાસમાં કુલ 6 વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ છે. આ દરમ્યાન દર વખતે ભારતીય ટીમ પાકિસ્તાન ઉપર ભારે પડી છે. વર્લ્ડકપમાં બંને ટીમો છેલ્લે 4 વર્ષ પહેલાં 2015માં સામ-સામે હતી. જેમાં ભારતે 76 રનથી જીત નોંધાવી હતી.

1992માં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. સિડનીમાં રમાયેલી આ મેચમાં ભારતે 43 રન સાથે જીત નોંધાવી હતી. 54 રનની ઈનિંગ્સ અને 10 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લઈને સચિન તેંદુલકરને મેન ઓફ ધ મેચ બનાવાયા હતા.

1996માં બેંગ્લોરમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 39 રનોથી હરાવ્યુ હતુ. મેચમાં 93 રન બનાવનાકા નવજોત સિંહ સિદ્ધૂને મેન ઓફ ધ મેચ બનાવાયા હતા.

1999માં માન્ચેસ્ટરમાં રમાયેલા મુકાબલામાં પાકિસ્તાનને ભારતે 47 રનોથી હરાવ્યુ હતુ. ભારતનાં 227રનનાં જવાબમાં પાકિસ્તાનની ટીમ 180માં જ ફિંડલુ વળી ગઈ હતી. મેચમાં 9.3 ઓવરની બોલિંગમાં બે મેડનની સાથે 27 રન આપીને 5 વિકેટ લેનારા વેંકટેશ પ્રસાદને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.

2003માં સેન્ચૂરિયનમાં ભારતે 26 બોલ બાકી રહેતાં પાકિસ્તાનને 6 વિકેટ સાથે હરાવી દીધુ હતુ. પાકિસ્તાનના 273 રનોનાં લક્ષ્યને ટીમ ઈન્ડિયાએ 45.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધું હતુ. મેચમાં માત્ર 75 બોલમાં 95 રન બનાવનારા સચિન તેંદુલકરને મેન ઓફ ધ મેચ બનાવાયા હતા.

2011માં ચંદીગઢમાં રમાયેલી બીજી સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં એકવાર ફરીથી ભારતે પાકિસ્તાનને 29 રનોથી હરાવીને જીત મેળવી હતી. મુકાબલામાં 85 રન બનાવનારા સચિન તેંદુલકર મેન ઓફ ધ મેચ બન્યા હતા.

2015માં એડિલેડમાં ભારતના 300 રનોનાં લક્ષ્યાંકની આગળ પાકિસ્તાનની આખી ટીમ 224 રન કરીને ફિંડલુ વળી ગઈ હતી. અને ભારત 76 રનો સાથે મેચ જીતી ગયુ હતુ. 107 રનોની ઈનિંગ રમીને વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ બન્યો હતો.

READ ALSO

Related posts

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva

સ્યૂસાઇડ નોટ લખીને લાપતા થયેલા અમદાવાદના બે કોન્સ્ટેબલના પરિવારોએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!