GSTV

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મધરાતે દેખાયુ સદીનું બીજું સૌથી મોટુ ચંદ્રગ્રહણ

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મધરાતે ચંદ્રગ્રહણ દેખાયુ હતુ. આ ગ્રહણ સદીનું બીજું સૌથી મોટુ ચંદ્રગ્રહણ હતુ. જ્યોતિષોના મતે આ વર્ષે ચંદ્રગ્રહણ પર દુર્લભ યોગ બન્યો છે. જે 149 વર્ષ પહા 122 જુલાઈ 1870ના દિવસે બન્યા હતો. એટલે કે 189 વર્ષ બાદ ગુરુપુર્ણિમા પર પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાયુ હતુ.

17 જુલાઈએ 2019ની રાતે લગભગ 1  કલાક 31 મિનિટે ગ્રહણ શરૂ થયુ. જેનો મોક્ષ વહેલી સવારે 4.30 વાગ્યે થયો. હિન્દુ ધર્મમાં ગ્રહણને ઘણું મહત્વ આપવામાં આવે છે. હિન્દુ પંચાગના મતે ચંદ્રગ્રહણ અષાઢ શુક્ત પૂર્ણિમાના ઉત્તરાષાઢા નક્ષત્રમાં લાગ્યા.

ચંદ્રગ્રહણને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પણ કહેવાય છે. ગ્રહણને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. ચંદ્ર ગ્રહણના સંયોગ બાદ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી પણ લગાવી હતી.

આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશા તિરુમાલા ખાતે પણ ચંદ્રગ્રહણ જોવા મળ્યુ હતુ. ચંદ્રગ્રહણને લઈને ગઈકાલે બપોર બાદથી જ મંદિરોમાં દર્શન બંધ કરી દેવાયા હતા.

વારાણસી

વારાણસીમાં પણ ચંદ્રગ્રહણ બાદ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી. ગ્રહણના સંયોગ બાદ પવિત્ર સ્નાનનો અનેરો મહિમા છે. જેથી શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગામાં સ્નાન કર્યુ.

વારાણસીમાં ગ્રહણના મધ્ય સમયે એટલે કે રાત્રે 3 વાગ્યે સૂર્ય, ચંદ્રગ્રહણનો  નજારો જોવા મળ્યો. ચંદ્રગ્રહણના સંયોગ બાદ શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચન કરી ગંગામાં  આસ્થાની ડૂબકી લગાવી હતી.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડના હરિદ્વારમાં ચંદ્રગ્રહણ બાદ ગંગામૈયાની આરતી કરવામાં આવી. આપતી બાદ અનેક શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગામાં સ્નાન કરી આસ્થાની ડૂબકી લગાવી. આ ઉપરાંત હરકીપુરીમાં પણ ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી.

તમિલનાડુ

તો  આ તરફ તમિલનાડુના મદુરાઈમાં પણ ચંદ્ર ગ્રહણનો નજારો જોવા મળ્યો.. ગ્રહણને નિહાળવા માટે અનેક લોકો એકત્ર થયા હતા. જ્યારે મદુરાઈમાં આવેલા મિનાક્ષી મંદિરને ચંદ્ર ગ્રહણના કારણે દર્શન માટે બંધ કરવામાં આવ્યુ હતુ.

ઓસ્ટ્રેલિયા

આ વખત ઓસ્ટ્રેલિયામાં પણ ચંદ્રગ્રહણ દેખાયુ હતુ. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે લોકો ચંદ્રગ્રહણ જોતા જોવા મળ્યા.

યુરોપ

ઓસ્ટ્રેલિયા બાદ યુરોપમાં પણ ચંદ્ર ગ્રહણ જેવી ખગોળિય ઘટના જોવા મળી.. આ ઘટનાને કેમેરામાં કેદ કરવામાં પણ આવી. ત્યારે ચંદ્ર ગ્રહણ માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં પણ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળ્યુ.

અમેરિકા

તો આ તરફ અમેરિકામાં પણ ચંદ્ર ગ્રહણનો અદભૂત નજારો જોવા મળ્યો. ગ્રહણના મધ્ય સમયે એટલે કે રાત્રે 3 વાગ્યે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવતા ચંદ્રગ્રહણનો અદ્દભૂત નજારો જોવા મળ્યો.

Read Also

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!