GSTV
Home » News » વર્લ્ડ કપના ઈતિહાસમાં 7 વાર રમી છે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો, જાણો ક્યારે અને કોણ જીત્યું

વર્લ્ડ કપના ઈતિહાસમાં 7 વાર રમી છે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો, જાણો ક્યારે અને કોણ જીત્યું

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વર્લ્ડ કપ 2019ની 18મી મેચ ગુરૂવારે નોટિંઘમમાં રમવામાં આવશે. ટીમ ઈન્ડિયા પોતાની બંને મેચ જીતી ચુકી છે. બીજી તરફ ન્યુજીલેન્ડની ટીમ પણ પોતાની ત્રણે મેચોમાં જીત હાંસલ કરી ચુંક્યુ છે અને પહેલા નંબર પર છે.

આ પહેલા વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 7 વાર મેચ રમાઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડે 4 અને ભારતે 3 મેચો જીતી છે. વર્લ્ડ કપમાં છેલ્લે બંને ટીમો વચ્ચે છેલ્લે 16 વર્ષ પહેલા 2003મા સામ-સામે હતી જેમાં ભારતને 7 વિકેટથી જીત મળી હતી.

ચાલો એક નજર નાખીએ તે દરેક મુકાબલા અને પરિણામ પર

1975 વર્લ્ડ કપે ન્યૂઝીલેન્ડે ચાર વિકેટ સાથે મેચ જીતી હતી. કીવિયો તરફથી ગ્લેન ટર્નરે 114 રન બનાવ્યા હતા જ્યારે આબિદ અલીએ 70 રન સાથે 2 વિકેટ પણ લીધી હતી.

1979મા ન્યૂઝીલેન્ડે 8 વિકેટથી મેચ જીતી હતી. ટીમ તરફથી બ્રૂસ એડગરે બનાવ્યા હતા 84 રન.

1987મા પહેલા ભારત 16 રનથી જીત્યુ, કેપ્ટન કપિલ દેવને 58 બોલમાં 72 રન બનાવવા પર મેન ઓફ ધ મેચ મળ્યુ હતુ.

1987ના બીજા મેચમાં ભારતને 9 વિકેટથી જીત મળી હતી. સુનીલ ગાવસ્કરે 103 રન અને ચેતન શર્માએ 3-51એ લીધી હતી પહેલી હેટ્રિક

1992મા ન્યૂઝીલેન્ડે ચાર વિકેટથી જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી એપનર માર્ક ગ્રેટબેચે 77 બોલમાં 73 રન બનાવ્યા હતા અને ભારત તરફથી સચિને 84 રન બનાવ્યા હતા.

1999મા ન્યૂઝીલેન્ડે 5 વિકેટથી જીત મેળવી હતી. મેચમાં ન્યૂઝીલેન્ડના રોજર ટૂજ 60 રન બનાવી નોટઆઉટ રહ્યાં અને મેન ઓફ ધ મેચ બન્યા.

વર્ષ 2003મા ભારતે 7 વિકેટથી ન્યૂઝીલેન્ડને હરાવ્યા હતા, આ મેચમાં જહીર ખાનને 4-42ની સારી બોલિંગ માટે મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યુ હતુ.

READ ALSO

Related posts

પ્રસૂતિની તારીખ લંબાય તો? ગભરાશો નહી આ કારણો છે જવાબદાર

Bansari

આ પાંચને ભોગ ધરાવવાનું ન ભૂલતાં, નહી તો તમારું શ્રાદ્ધ રહી જશે અધૂરુ

Bansari

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!