GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ભારત અને મ્યાનમારની સેનાનું જોઈન્ટ ઓપરેશન “સનશાઈન”-2, આતંકી કેમ્પોને કર્યા નષ્ટ

ભારત અને મ્યાનમાર બોર્ડર પરના ઉગ્રવાદી કેમ્પો પર ભારતીય સેનાએ મ્યાનમાર આર્મી સાથે ભેગા મળીને હાથ ધરેલા એક સંયુક્ત ઓપરેશનના ભાગરુપે ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. મહત્વની વાત એ છે કે, ઓપરેશન સનશાઈન હેઠળ આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલા હુમલામાં સેંકડો આતંકીઓનો સફાયો તો કરાયો જ છે પણ તેની સાથે સાથે હુમલા બાદ ભાગી રહેલા 80 જેટલા આતંકીઓને સેનાએ પકડીને સ્થાનિક પોલીસને સોંપી દીધા છે.

ભારત અને મ્યાનમારની સેનાએ પૂર્વોતરમાં ભારત-મ્યાનમાર સરહદે સક્રિય ઉગ્રવાદી જૂથોને નિશાન બનાવતા મોટી કાર્યવાહી કરી હતી.જેમાં બંને સેનાએ પોત-પોતાના સરહદી વિસ્તારોમાં 16મેથી ત્રણ સપ્તાહ સુધી સંયુક્ત અભિયાન ચલાવ્યું. જેને ઓપરેશન સનશાઈન નામ અપાયું હતુ.સૂત્રો મુજબ ઓપરેશન સનશાઈન-2માં 70થી 80 જેટલા ઉગ્રવાદીઓની ધરપકડ કરાઇ છે.. ઉપરાંત તેમના ઘણા અડ્ડાઓને નષ્ટ કરી દેવાયા હતા.

ભારત દ્વારા મ્યાનમાર બોર્ડર નજીક મોટા પાયે રસ્તા બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે. જેના પર આતંકવાદી સંગઠનો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હોવાની બાતમી મળ્યા બાદ સેનાએ ઓપરેશન સનશાઈન હેઠળ ફેબ્રુઆરી માસમાં પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.એ પછી 16 થી 8 જૂન વચ્ચે ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ છે.

બીજી તરફ મ્યાનમાર સેનાએ પણ પોતાની સરહદમાં આવેલા સાત થી આઠ કેમ્પોનો સફાયો કર્યો છે. જેમાં મુખ્યત્વે નાગાલેન્ડના વિદ્રોહીઓ હતા. 2015માં તેમણે ભારત સરકાર સાથેના યુધ્ધ વિરામને ફગાવી દીધો હતો. હવે મ્યાનમાર સેના આ વિસ્તારમાં બીજા ત્રણ મહિના સુધી રહેશે. જેથી ઉગ્રવાદીઓ ફરી ભેગા ના થઈ શકે. આ દરમિયાન ભારતીય સેના મ્યાનમાર સેનાને જરૂરી સપ્લાઈ પુરો પાડશે.

READ ALSO

Related posts

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં વિઘ્ન નાખવા ચીન રશિયા ઈરાન ઘડી રહ્યા છે કાવતરા

pratik shah

રાજ્ય સરકારના મંત્રી કૌશિક પટેલના ભાઈએ કરી આત્મહત્યા, મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો

pratik shah

અમદાવાદમાં સર્જાયેલા અગ્નિકાંડ અંગે ઉઠ્યા સવાલો, કોંગ્રેસના ધારાસભ્યે સત્તાધારી પક્ષ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!