GSTV
Home » News » ICC ટેસ્ટ રેન્કિંગ: ભારતીય ટીમ અને કેપ્ટન કોહલીનુ સ્થાન સર્વોચ્ચ સ્તરે યથાવત

ICC ટેસ્ટ રેન્કિંગ: ભારતીય ટીમ અને કેપ્ટન કોહલીનુ સ્થાન સર્વોચ્ચ સ્તરે યથાવત

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝમાં પ્રથમ જીતથી ભારતીય ટીમ અને તેના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે અહીં જાહેર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સર્વોચ્ચ સ્તર પર પોતાની સ્થિતિ મજબૂત કરી દીધી છે. ભારતના 116 પોઈન્ટ છે અને આ વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ બની છે. કેપ્ટન કોહલીના બેટ્સમેનની રેન્કિંગમાં 922 પોઈન્ટ છે અને બીજા સ્થાન પર સફળતાના સ્થાન પર રહેનારા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (897)થી 25 પોઈન્ટ આગળ છે.

ઓસ્ટ્રેલિયામાં મેરેથોન પ્રદર્શન કરનારા ચેતેશ્વર પુજારા ત્રીજા સ્થાન પર યથાવત છે, જ્યારે યુવા રિષભ પંત પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 17મા સ્થાને છે. બોલિંગમાં કાગિસો રબાડા હજી પણ યાદીમાં સર્વોચ્ચ સ્તરે છે, જ્યારે ભારતીયોમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન અનુક્રમે: પાંચમા અને નવમા સ્થાને છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 711 પોઈન્ટ લઇને 15મા સ્થાન પર પહોંચ્યો છે.

ઈંગ્લેન્ડે પોતાનુ ત્રીજુ સ્થાન જાળવવા માટે વેસ્ટ ઈન્ડીઝ સામે બુધવારથી શરૂ થઇ રહેલી ત્રણ મેચોની સીરીઝ જીતવી પડશે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા પણ તેના એક દિવસ બાદ શરૂ થતી બે મેચોની સીરીઝમાં મહત્વપૂર્ણ પોઈન્ટ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જો ઈંગ્લેન્ડ 3-0થી વ્હાઈટવોશ કરે છે તો તેને 109 પોઈન્ટ મળશે, પરંતુ ઈંગ્લેન્ડ ત્યારે પણ ભારત અને સાઉથ આફ્રિકાની પાછળ રહેશે. જ્યારે સીરીઝનું પરિણામ કઈ પણ રહેવાથી વેસ્ટ ઈન્ડીઝ આઠમા સ્થાન પર રહેશે.

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની વચ્ચે સીરીઝનુ પરિણામ ગમે તે રહેવાથી બંને ટીમો અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાન પર રહેશે. જોકે, ઓસ્ટ્રેલિયાને 2-0થી જીત નોંધાવીને 3 પોઈન્ટ મળશે અને તેના 104 પોઈન્ટ થઇ જશે. જ્યારે શ્રીલંકાને 2 પોઈન્ટનુ નુકસાન થશે અને તેના 89 પોઈન્ટ રહી જશે. જો શ્રીલંકા 2-0થી જીત નોંધાવે છે તો તેના 95 પોઈન્ટ થઇ જશે અને તેઓ ઓસ્ટ્રેલિયાથી ફક્ત 2 પોઈન્ટ પાછળ રહેશે.

READ ALSO

Related posts

ચંદ્રયાનના લોન્ચિંગ બાદ ઈસરોના ચેરમેને ટીમને અભિનંદન આપ્યા

Mayur

ચંદ્રયાન-2 : જાણો શું છે ‘વિક્રમ લેંડર’ જે ભારતના સપનાઓને ચંદ્રની સપાટી પર ઉતારશે

Bansari

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!