GSTV

પાકિસ્તાનની કરતૂતો જોતા આખરે ભારતે પણ લઈ લીધો આ નિર્ણય

Last Updated on August 16, 2019 by Mansi Patel

પાકિસ્તાનની કરતૂતોને જોતા ભારતે પણ આખરે શુક્રવારે જોધપુરથી પાકિસ્તાનના મુનાબાવ સુધી દોડતી સાપ્તાહિક થાર લિંક એક્સપ્રેસને રદ્દ કરી દીધી છે. આ વાતની પુષ્ટી નોર્થ વેસ્ટર્ન રેલવે દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, આ ટ્રેન જોધપુરને પાકિસ્તાનના કરાંચી શહેર સાથે જોડનારી થાર રેલ સેવાનો એક ભાગ છે જે દરેક શુક્રવારે ઉપડે છે. ઉત્તર પશ્વિમ રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી અભય શર્માએ જણાવ્યુ હતુકે, આ રેલ સેવાને આગામી આદેશ સુધી રદ્દ કરી દેવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે ઉચ્ચસ્તરીય આદેશ સુધી અપ અને ડાઉન લાઇન પર ટ્રેન સેવા રદ્દ રહેશે. આ ટ્રેનથી પાકિસ્તાન જવા માટે 45 લોકોએ ટિકિટ કરાવી હતી. આ પહેલા પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રાશિદ અહેમદે 9 ઓગષ્ટે થાર એક્સપ્રેસની સેવા રદ્દ કરવાનું એલાન કર્યુ હતુ.

READ ALSO

Related posts

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!