GSTV
Home » News » સોશિયલ મીડિયા પર છવાઇ ભારતીય વાયુસેનાની સ્ટ્રાઇક, પાકિસ્તાની એરફોર્સની ઉડી જબરદસ્ત ખિલ્લી

સોશિયલ મીડિયા પર છવાઇ ભારતીય વાયુસેનાની સ્ટ્રાઇક, પાકિસ્તાની એરફોર્સની ઉડી જબરદસ્ત ખિલ્લી

પાકિસ્તાન સમર્થિત આતંકી ઠેકાણાઓ પર થયેલા ભારતીય એરફોર્સના હુમલા બાદ સોશિયલ મીડિયા પર તેની સાથે સંબંધિત હેશટેગનું જાણે કે પુર આવી ગયું છે. ટ્વિટર પર #Surgicalstrike2#indianairforce#Balakot#IndiaStrikesBackJoshJaish#airstrikeHigh Sir અને Mirage 2000 જેવા ટ્રેન્ડ્સ ભારતીય એરફોર્સના હુમલા સાથે સંબંધિત છે. આ વચ્ચે પાકિસ્તાનને સખત ટ્રોલ કરવામાં આવી રહ્યું છે જેને સંબંધિત કેટલાંક ટ્વિટ્સ અમે તમને બતાવી રહ્યાં છીએ.

આ ટ્વીટમાં યુઝર પાકિસ્તાની વાયુસેનાની તૈયારીની મજાક ઉડાવી રહ્યો છે. તેણે લખ્યું કે પાકિસ્તાની એરફોર્સ જવાબી કાર્યવાહી માટે તૈયાર થઇ રહી છે.

તેવામાં અન્ય એક ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાન ફરી એકવાર કંઇ સમજ્યા વિના જ રન આઉટ તઇ ગયું. ક્રિકેટ પ્રેમી આ ટ્વિટને સમજી ગયાં હશે.

જણાવી દઇ કે પુલવામામાં આત્મઘાતી હુમલામાં પોતાનો જીવ ગુમાવનાર આતંકી આદીલ અહમદ ડારે હુમલા પહેલાં એક વીડિયો બનાવીને કહ્યું હતું કે આ હુમલા બાદ તે જન્નતમાં જશે જ્યાં તેની મુલાકાત અપ્સરાઓ સાથે થશે. યુવા આતંકીઓને આત્મઘાતી હુમલા માટે આવી વાતોથી ફોસલાવ્યો હતો. તેની જ મજાક બનાવતા આ ટ્વીટ કરવામાં આવી હતી.

પાકિસ્તાને પોતાના તરફથી એક ટ્વીટ કર્યુ હતું કે તેની વાયુસેના એટલી સતર્ક છે કે દેશના લોકોને ડરવાની જરૂર નથી અને તેમણે આરામથી સૂઇ જવું જોઇએ. તેની જ મજાક ઉડાવતાં આ ટ્વિટ કરવામાં આવી છે કે બસ સૂતા રહી ગયાં.

તેવામાં પાકિસ્તાની એરફોર્સે ભારતીય એરફોર્સના હુમલાની ખબર ન પડવા દેવાની પણ મજાક બનાવવામાં આવી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું કે ભારટીય એરફોર્સના પેલોડ હુમલાનો જવાબ આપવાની તૈયારીમાં પાકિસ્તાની એરફોર્સ.

જણાવી દઇએ કે ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે એલઓસી પર પીઓકેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી પુલવામામાં તબદીલ કરી નાંખ્યું છે. ભારતીય વાયુસેનાએ સવારે 3.30 વાગ્યે એલઓસી પાર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. ભારતના 12 મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકી સંગઠન જૈશના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો.

Read Also

Related posts

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 35 નબીરાઓની 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

Mayur

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!