GSTV

વિશ્વના ભયાનક ઝીકા વાયરસની ભારતમાં દસ્તક, અમદાવાદમાં ત્રણ વ્યક્તિઓ પ્રભાવિત

દુનિયાના ભયાનક વાયરસમાં જેની ગણના થાય છે તેવા ઝિકા વાયરસે ભારતમાં દસ્તક દીધી છે. દુનિયાના અનેક દેશોમાં ભારે વિનાશ વેર્યા બાદ આ વાયરસે અમદાવાદમાં દેખા દીધી છે. બાપુનગરમાંથી જાન્યુઆરીમાં લેવામાં આવેલા 3 સેમ્પલ ઝિકા વાયરસથી પ્રભાવિત હોવાની પુષ્ટી કરી છે. અમદાવાદમાં ઝિકા વાયરસ હોવાના પ્રથમ અહેવાલ જાન્યુઆરીમાં સામે આવ્યા હતા.

જે અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિ સુધી પહોંચ્યો છે. જાન્યુઆરીમાં ઝિકા વાયરસે પ્રથમ એક ગર્ભવતી મહિલાને પોતાનો શિકાર બનાવ્યો હતો. હાલ જે ત્રણ વ્યક્તિના પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે તે ત્રણેય બાપુનગર વિસ્તારના રહેવાસી છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઝિકા વાયરસની પુષ્ટી કરતા કહ્યું છે કે, લેબ રિપોર્ટમાં બાપુનગર વિસ્તારના ત્રણ વ્યક્તિમાં ઝિકા વાયરસ મળી આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે જે ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં બે કેસ વર્ષ 2016ના છે. જ્યારે એક કેસ વર્ષ 2017નો છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઝિકા વાયરસની પુષ્ટી કરતા કહ્યું છે કે, લેબ રિપોર્ટમાં બાપુનગર વિસ્તારના ત્રણ વ્યક્તિમાં ઝિકા વાયરસ મળી આવ્યો છે.

ઝિકા વાયરસના ટેસ્ટનો ફાઈનલ રિપોર્ટ પૂણેની નેશનલ ઈનસ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી રેફરેન્સ લેબમાંથી આવ્યો છે. આ રિપોર્ટમાં ત્રણ લોકો આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝીટીવ છે. આ ટેસ્ટને અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજે કર્યો હતો.

આ રિપોર્ટની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ પુષ્ટી કરી છે અને તેને પોતાના વેબસાઈટ પર મૂક્યો છે.

 

Related posts

લોકડાઉનમાં ટેક્સપેયર્સ માટે આવ્યા સારા સમાચાર, 14 લાખ લોકોને થશે ફાયદો

Pravin Makwana

14 એપ્રિલ બાદ આ જિલ્લાઓમાંથી લોકડાઉન હટાવી શકે છે સરકાર, 31 મે સુધી આ જગ્યાઓ પર પાબંધીના એંધાણ

Mayur

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!