GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

આખરે જેની દુનિયાભરના લોકો રાહ જોઈ રહ્યા હતા તે ચંદ્રયાન-2ને ભારતે લોન્ચ કરી દીધું છે. આ અદભૂત ક્ષણને ન માત્ર ભારત પરંતુ દુનિયાભરના લોકોએ નીહાળી હતી. ચંદ્રયાનને જોઈ ઘણા ભારતીયોની આંખમાંથી હર્ષના આંસુ સરી ગયા હતા. આખરે વર્ષોની મહેનત બાદ ભારતે 2008 પછી આ બીજા પ્રોજેક્ટને ચંદ્ર પરની ચપટી ધૂળ માટે રવાના કર્યું છે. આ સમગ્ર મીશનમાં ઈસરોના વૈજ્ઞાનિકોનો મહત્વનો ફાળો રહ્યો છે. સાથે સાથે ભારતભરના લોકો ચંદ્રયાન-2 માટે ઈસરોની પડખે ઉભા રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ ઐતિહાસિક ક્ષણો વાઈરલ થઈ હતી. જ્યાં લોકોએ ભારતની મહાશક્તિસભર અવકાશી તાકાતના વખાણ કર્યા હતા.

ધીમે ધીમે હવે ભારત ન માત્ર અવકાશી શક્તિમાં તાકતવર પૂરવાર થઈ રહ્યું છે. પણ ચંદ્રયાન, મિશન મંગળ અને હવે ચંદ્રયાન-2 પરથી ભારતના વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે હમ કિસી સે કમ નહીં. આર્યભટ્ટથી શરૂ થયેલી ભારતની અવકાશયાત્રા હવે ચંદ્રયાન-2 સુધી પહોંચી ચૂકી છે. આગામી સમયમાં પણ વિશ્વને પોતાની અવકાશી તાકાતનો પરચો આપશે. જે રીતે ભારત અવકાશી ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે આગામી સમયમાં ભારતનો મુકાબલો માત્ર અને માત્ર ભારત સાથે જ હશે.

આ રવિવારે જ નીલ આર્મસ્ટ્રોંગ એવો પહેલો વ્યક્તિ બન્યો હતો, જે ચંદ્ર પરની ચપટી ધૂળ લઈ પૃથ્વી પર પરત આવ્યો હતો. માનવની એ સિદ્ધી સૌથી મોટી હતી. તેનું વિરાટ પગલું અવકાશની એક અજાણી ધરતી પર પડ્યું હતું. આ અચંબિત ક્ષણોને યાદ કરતા આજે પણ રૂંવાળા ઉભા થયા છે. ભલે તે ભારતીય ન હોય પણ ધરતીના માનવ દ્રારા કરવામાં આવેલા આ કસબને જોઈ વિશ્વ હરખાયું અચૂક હતું અને હવે જે કસબ કરવામાં આવ્યું છે તે ભારત દ્રારા કરવામાં આવ્યું છે.

ચંદ્રયાનમાં ઉપયોગ કરાયેલા મોટાભાગના સાધનો પણ વિદેશની ધરતીના નહીં પણ ભારતના હતા એટલે કે ભારતે હવે અન્ય દેશો પર આધાર રાખવાની જરૂર નથી. તેનું ઘર જ હવે તમામ મોટા સપનાઓને સાકાર કરવાનું હાથવગુ ‘સાધન’ બની ચૂક્યું છે. વિદેશી સાયન્સ ફિક્શન ફિલ્મો જોઈ થીએટરમાં વિસ્મયની વ્યાખ્યા ચહેરા પર સર્જતા આપણા ભારતીયો માટે આ ક્ષણ ઐતિહાસિક કરતાં પણ સોનેરી વધારે છે.

ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર પહોંચનારો ભારત પ્રથમ દેશ

ભારતની અવકાશ એજન્સી ઈસરોએ શ્રીહરિકોટના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી મહત્વકાક્ષી મિશન ચંદ્રયાન-2નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યુ. જીએસએલવી માર્ક-3 રોકેટથી મિશનને લોન્ચ કરવામાં આવ્યુ છે. આ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો ભારત પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. આ વખતે ચંદ્રયાન-2નું વજન 3,887 કિલો છે. આ ચંદ્રયાન-1 મિશનથી લગભગ ત્રણ ગણું વધુ છે. લેન્ડરની અંદરના હાલના રોવરની ગતિ 1 સેમી પ્રતિ સેકન્ડની રહેશે. ચંદ્રયાન-2માં રહેલું વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન નામનું રોવર ચંદ્ર સુધી જશે. લેન્ડર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિના સુધીમાં ચંદ્ર પર પહોંચશે અને ત્યારબાદ પ્રજ્ઞાનનું કામ શરૂ થશે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર લગભગ 3.844 લાખ કિલોમીટર છે. ઉડાન ભર્યાની કેટલીક મિનીટો બાદ રૂપિયા 375 કરોડમાં તૈયાર થયેલું જી.એસ.એલ.વી. માર્ક-3 રોકેટ રૂપિયા 603 કરોડમાં તૈયાર થયેલા ચંદ્રયાનને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!