GSTV

લદ્દાખ તણાવ પર ભારત: ચીનનો વધુ એક પ્રયાસ નિષ્ફળ, આપણી જમીન પર આપણો કબ્જો યથાવત

લદાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે તનાવ વધતો જ રહ્યો છે. સોમવારની ઘટના બાદ ભારત અને ચીનની સૈન્યના સૈનિકો ફરી એકવાર સામ સામે આવી ગયા છે. પેંગોંગ નજીક રેજાંગ લા ખાતે આશરે 40-50 સૈનિકો બંને પક્ષે આમને-સામને આવી ગયા હતા. આ વિસ્તાર પર ભારતીય સૈન્યના સૈનિકોનો કબજો છે, પરંતુ ચીની આર્મીના 40-50 સૈનિકો તેમની સામે આવ્યા હતા.

ભારતીય સૈનિકોને હાંકી કાઢવા અને તે રેજાંગ લાની ઊંચાઇ પર કબજો જમાવવાનો પ્રયાસ ચીન તરફથી કરવામાં આવ્યો છે. જોકે, ચીની સેના આમાં સફળ થઈ શકી નથી. સોમવારે સાંજે ચીન દ્વારા લદ્દાખ બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે ભારતીય સૈનિકોએ તેમને અટકાવ્યા ત્યારે પીએલએના જવાનોએ ગોળીબાર કર્યો હતો.

ભારતીઓ

હવાઈ ​​ફાયરિંગ દ્વારા ભારતીય સેનાને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સેનાના જવાનોએ સંયમ વાપરીને ચીની સૈનિકોને પરત મોકલી દીધા હતા. હકીકતમાં, ભારતીય સૈન્યએ બ્લેક ટોપ, હેલ્મેટ ટોપ અને પેંગોંગ 4 વિસ્તારના કેટલાક ભાગો કબજે કર્યા પછી ચીનની સ્થિતિ ખરાબ બની છે.

READ ALSO

Related posts

સુરત કલેક્ટર કચેરી બહાર મહિલાએ મચાવ્યો હોબાળો, લોકડાઉન દરમિયાન પતિ ગેરપ્રવૃતિ કરાવતો હોવાનો આરોપ

Nilesh Jethva

ખેડૂત આંદોલન પર ટિપ્પણી કરવા બદલ કેનેડિયન PMથી નારાજ ભારત, હાઈકમિશનને આપ્યું સમન્સ

Pravin Makwana

સરહદી પંથક વાવના પાડણ ગામે ઉઠ્યો પાણીનો પોકાર, કેનાલ હોવા છતાં ખેડૂતોને નથી મળતું પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!