GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

…તો દેશમાં 8000 લોકોના થશે કોરોનાથી મોત, નહીં તો જૂન અને જુલાઈ ભારતને પડશે ભારે

Corona

ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે બપોર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના 1,46,376 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ 4,187 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.આવામાં એક હેલ્થ એક્સપર્ટે રાહતના સમાચાર આપ્યા છે. આ હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યાનો આંકડો 8,000 કરતા ઓછો રહેશે.

70 ટકા કેસ આ 5 રાજ્યોમાં

ભારતીય જન સ્વાસ્થ્ય સંસ્થાન, હૈદરાબાદના પ્રોફેસર જીવીએસ મૂર્તિએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે કેરળ, પંજાબ અને હરિયાણામાં કોરોના વાયરસના કેસ વધવાનો સમય હવે પસાર થઈ ગયો છે. દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વિશે રાજ્ય અને જિલ્લા સ્તરે વાત થવી જોઈએ.

આ પ્રોફેસરે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે.જ્યારે ભારતમાં કેરળ, પંજાબ અને હરિયાણામાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના 70 ટકા કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી છે.

કોરોના

જૂન-જુલાઇમાં વધશે આંકડો

આ રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધતા સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો વધશે. હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આવું જૂન મહિનાની શરૂઆતથી લઈને જુલાઈ મહિનાના મધ્ય ભાગ સુધીમાં થઈ શકે છે.

આ પ્રોફેસરે ભારત દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા દર્દીઓની વાત કરતા જણાવ્યું કે હોસ્પિટલમાં સુવિધાઓ પર્યાપ્ત રહી અને દિશા-નિર્દેશોનું ચોક્કસ પાલન કરવામાં આવે તો કોરોના વાયરસના કારણે દેશમાં 8000 લોકોના મોત થવાની શક્યતાઓ રહેલી છે. જેનો મતલબ એ છે કે પ્રતિ દસ લાખ વ્યક્તિએ ચાર અથવા પાંચ લોકોના મોત થશે.

Read Also

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

SBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!