ભારતમાં નવા ૭૯૬ કેસ નોંધાતા દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૦,૩૬,૯૨૮ થઇ ગઇ છે. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧૦,૮૮૯ થઇ ગઇ છે તેમ કેન્દ્ર આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. વધુ ૧૯ લોકોનાં મોત થતા અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૧,૭૧૦ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૧૬૯નો ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૧૮૫.૯૦ કરોડને પાર થઇ ગઇ છે. આ દરમિયાન એનસીઆરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગાઝિયાબાદ અને નોઇડાની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઇ છે.

કોરોના સંક્રમણ વધવાને પગલે શાળાઓ બંધ
ગાઝિયાબાદ જિલ્લાની બે શાળાઓના ૯ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. બીજી તરફ નોઇડાની એક ખાનગી શાળામાં ૧૩ વિદ્યાર્થી અને ત્રણ શિક્ષક કોવિડ પોઝિટીવ મળ્યા છે. સંક્રમણને પગલે આ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવે આ શાળાઓે ઓફલાઇનને બદલે ઓનલાઇન ચાલશે.

બીજી તરફ વેક્સિન નિર્માતા સિરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ)એ સરકારને બીજા ડોઝ પછી બૂસ્ટર ડોઝ આપવાનો સમય ૯ મહિનાથી ઘટાડી ૬ મહિના કરવાની અપીલ કરી છે. કોવિડ-૧૯ નવા વેરિએન્ટ એક્સઇને પગલે લોકો સ્વૈચ્છિક રીતે માસ્ક પહેરે તે જરૂરી છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે માસ્ક જ એક કારગર હથિયાર છે તે કોરોનાના તમામ પ્રકારના વેરિઅન્ટ સામે રક્ષણ આપે છે.
Read Also
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર લાઈવ આવશે ઉદ્ધવ ઠાકરે, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે